HomeNewsભેજાબાજ વિરૂધ્ધ રાજકોટ અને ભુવેનેશ્વરમાં પણ ઠગાઇના ગુના: ઘોડદોડ રોડના વેપારીની મિલકત...

ભેજાબાજ વિરૂધ્ધ રાજકોટ અને ભુવેનેશ્વરમાં પણ ઠગાઇના ગુના: ઘોડદોડ રોડના વેપારીની મિલકત મોર્ગેજ કરી રૂ. 5 કરોડની લોન લઇ ભરપાઇ નહીં કરનાર ભેજાબાજ પકડાયો


– કે.એન.પી કન્સ્ટ્રકશન કંપનીમાં ડાયરેકટર અને નફામાં 20 ટકા હિસ્સાની લાલચ આપીઃ રૂ. 15 કરોડ પૈકી મિલકત મોર્ગેજ કરી રિલીઝ કરાવેલી રૂ. 5 કરોડની લોન અંગત ખર્ચમાં વાપર્યા

સુરત
સુરતના ઘોડદોડ રોડ પર રહેતા ઓનલાઇન ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન ગુડ્સ સપ્લાયરને પોતાની કે.એન.પી કન્સ્ટ્રક્શન પ્રા. લિ.માં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર બનાવવાની અને નફામાં 20 ટકા હિસ્સો આપવાની લાલચ આપી નવસારીની મિલકત મોર્ગેજ કરાવી રૂ. 5 કરોડની લોન લીધા બાદ લોન ભરપાઇ નહીં કરનાર ભેજાબાજને ઇકોનોમીક સેલે ઝડપી પાડી એક દિવસનો રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.
ઘોડદોડ રોડ સ્થિત સુતરીયા ટાઉનમાં ધ્યાન યોગમાં રહેતા હેતનકુમાર પાનવાલાને તેના મિત્ર પ્રદીપકુમાર કાશીનાથ શાહુ (રહે. સુત્રાલી બંગ્લોઝ, વરદાઇ રેસીડન્સી પાછળ, એલ.પી. સવાણી રોડ અને મૂળ. બેલામ, તા. બરસાઇ, જિ. મયુરગંજ, ઓડિશા) એ પોતાના ઘરે વાસ્તૂ પૂજનમાં બોલાવ્યો હતો. જયાં પોતાની કે.એન.પી કન્સ્ટ્રક્શન નામની કંપની માટે ખટોદરાની બેંક ઓફ બરોડા શાખામાંથી રૂ. 15 કરોડની લોન મંજૂર થઇ છે. પરંતુ ઘોલેરાની જમીન એન.એ થઇ ન હોવાથી રૂ. 5 કરોડની લોન રિલીઝ થઇ નથી. જો તમે તમારી મિલકત મોર્ગેજ કરી મારી લોન રિલીઝ કરાવવામાં મદદ કરશો તો તમને મારી કન્સ્ટ્રક્શન કંપનીમાં એક્ઝીક્યુટીવી ડાયરેક્ટર ઉપરાંત કંપનીના નફામાં 20 ટકા હિસ્સો અથવા દર મહિને રૂ. 2.50 લાખ બંનેમાંથી જે વધુ હશે તે આપશે તેવી લાલચ આપી હતી. જેથી લાલચમાં આવી હેતલકુમારે પોતાની નવસારી ખાતેના ચાર પ્લોટ મોર્ગેજ કરી બેંકમાંથી રૂ. 5 કરોડની લોન રિલીઝ કરાવવામાં મદદ કરી હતી. પરંતુ ત્યાર બાદ પ્રદીપ શાહુએ પોતાની કંપનીમાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તો ઠીક પરંતુ નફામાં 20 ટકા હિસ્સો કે મહિને રૂ. 2.50 લાખ પણ આપ્યા ન હતા. ઉપરાંત લોનના રૂ. 5 કરોડ પોતાના અંગત ખર્ચમાં વાપરી નાંખી લોનના હપ્તા પણ ભરપાઇ કર્યા ન હતા. આ પ્રકરણમાં પોલીસે પ્રદીપની ધરપકડ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રદીપ વિરૂધ્ધ અડાજણ પોલીસમાં મારામારી ઉપરાંત રાજકોટ અને ઓડિશાના ભુવનેશ્વરમાં ઠગાઇના ગુના નોંધાયા છે. જયારે

See also  Teen Siblings Booked For Their Friend’s Death | Surat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read