HomeNewsભીકડીયા પરિવારે સમાજને આપ્યો અંગદાનનો ઉત્તમ દાખલો

ભીકડીયા પરિવારે સમાજને આપ્યો અંગદાનનો ઉત્તમ દાખલો


  • ચાર વર્ષથી કિડનીની તકલીફથી પીડાતા કારખાનેદારનું અંગદાન
  • સિંગણપોરના કારખાનેદારના લીવર અને ચક્ષુઓનું દાન
  • મગજની નસ ફાટી જતાં તબીબોએ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા

છેલ્લા ચાર વર્ષથી કિડનીની તકલીફથી પીડાતા સિંગણપોર વિસ્તારના એમ્બ્રોઈડરી કારખાનેદારને બ્રેઈન ડેડ ઘોષિત કરાતા પરિવારે તેમના અંગોનું દાન કરી સમાજને ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો. તેમના લીવર અને ચક્ષુઓના દાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

લેઉવા પટેલ સમાજના વિપુલભાઈ લાભુભાઈ ભીકડીયા (ઉ.વ. 38) પત્ની અને બે સંતાન સહિતના પરિવાર સાથે સિંગણપોર કોઝવે રોડ સ્થિત જલદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા હતા. કતારગામ વિસ્તારમાં એમ્બ્રોઈડરીનું કારખાનું ધરાવતા વિપુલભાઈને ગત તા. 22મી ડિસેમ્બરના રોજ માથામાં દુઃખાવો અને ઉલ્ટી થતા કતારગામમાં આવેલી હોસ્પીટલમાં ખસેડાયા હતા. બે દિવસની સારવાર બાદ તેમની તબીયતમાં સુધારો જણાતા તેમને તા. 24 ડિસેમ્બરના રોજ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘરે આવ્યા બાદ થોડા કલાક પછી તેમણે ખેંચ આવતા તેમને ફરી હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને તા. 25 ડિસેમ્બરના રોજ અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં CT સ્કેન સહિતની તપાસ કરાવતા મગજની નસમાં લોહીનો ફુગ્ગો થઇ જવાને કારણે મગજની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું.

See also  सरकारी स्मीमेर अस्पताल में घायल कर्मचारी को ही समय पर नसीब नहीं हुआ इलाज, हो गया हंगामा

તબીબી ટીમે ક્લીપીંગ કરી મગજની ફાટી ગયેલી નસ બંધ કરી હતી. ત્યારબાદ ફરી CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ 1 જાન્યુઆરીના રોજ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગથ્થો અને સોજો દુર કર્યો હતો. પરંતુ તેમની તબિયતમાં સુધારો આવ્યો નહોતો અને તા. 5 જાન્યુઆરીના રોજ વિપુલભાઈને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યાં હતા. તબીબી ટીમે ડોનેટ લાઈફના ટીમનો ટેલીફોનીક સંપર્ક કરી વિપુલભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી.

ડોનેટ લાઇફ પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, વિપુલભાઈના પરિવારનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, વિપુલભાઈની કિડની છેલ્લા ચાર વર્ષથી ખરાબ થઇ ગઈ હતી અને તેમને કિડનીના ટ્રાન્સપ્લાન્ટની જરૂરત હતી. જેથી તેઓ ઓર્ગન નિષ્ફળતાની પીડા સમજી શકે છે. પરિવારની સહમતિ બાદ વિપુલભાઈના લીવર અને બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. તેમના હૃદય અને ફેફસા ખરાબ થઈ ગયા હોવાથી તેનું દાન સ્વીકારી શકાયું નહોતું.

See also  નવાગામના બ્રેઈન ડેડ યુવકના અંગોના દાનથી ત્રણ વ્યક્તિને નવજીવન મળશે

વિપુલભાઈના પરિવારમાં તેમની પત્ની આશાબેન, પુત્રી નિષ્ઠા (ઉ.વ.16) જે શારદા વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે અને પુત્ર ધાર્મિક (ઉ.વ. 15) શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. વિપુલભાઈના લિવરનું દાન અમદાવાદની IKDRC અને પશુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું. દાનમાં મળેલા લીવરનું જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read