HomeNewsભાણેજનો સાળો વાત કરવા રૂમમાં લઇ ગયો હતો: નાંણાકીય લેતીદેતીમાં UM રોડની...

ભાણેજનો સાળો વાત કરવા રૂમમાં લઇ ગયો હતો: નાંણાકીય લેતીદેતીમાં UM રોડની હોટલના માલિક પર ચપ્પુ વડે હુમલો


Updated: Jan 4th, 2023


– ભાણેજે સ્યુસાઇડ કર્યા બાદ તેણે લીધેલા રૂ. 20 લાખ ચુકવવા ઇન્કાર કરી તેનો સાળો સામેથી રૂ. 10 લાખની ઉઘરાણી કરી રહ્યો હતો
– મૂળ રાજકોટના હોટલ માલિક હસમુખ ગણાતરાના સસરાએ ભાણેજ અલ્પેશને ઉછીના રૂ. 20 લાખ આપ્યા હતા તે તેની પત્ની અને સાળાએ ચૂકવવા ઇન્કાર કર્યો હતો

સુરત
ઉધના-મગદલ્લા રોડ સ્થિત સફલ સ્કેવરમાં આવેલી એલયુર હોટલના માલિક સાથે નાંણાકીય લેતીદેતીના વિવાદમાં સ્યુસાઇડ કરનાર ભાણેજના સાળાએ વાતચીતના બહાને હોટલના રૂમમાં લઇ જઇ ચપ્પુના ઘા ઝીંકી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત હોટલ માલિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
ઉધના-મગદલ્લા રોડ સ્થિત સફલ સ્કેવરમાં એલયુર રૂમ્સ નામની હોટલના માલિક હસમુખ ઉર્ફે મામા બાલકૃષ્ણ ગણાતરા (ઉ.વ. 36 મૂળ રહે. સ્વપ્નલોક રેસીડન્સી, રામાપીર ચોકડી, રાજકોટ) ગત રાતે દસ વાગ્યે રીસેપ્શન કાઉન્ટર પાસે બેઠો હતો. ત્યારે હસમુખના ભાણેજ અલ્પેશ બળવંતરાય પલાણનો સાળો હરદીપ વાળા આવ્યો હતો. હરદીપે રૂમમાં બેસીને વાત કરવી છે એમ કહેતા બંને જણા રૂમ નં. 7 માં ગયા હતા. જયાં હરદીપે તેના પિતાને વિડીયો કોલ કરી હસમુખને બતાવી આજે આનુ મર્ડર કરી નાંખીશ એમ કહી કોલ કટ કરી દીધો હતો. ત્યાર બાદ ઝઘડો કરી હરદીપે હસમુખની છાતી, પેટ અને સાથળના ભાગે ત્રણથી ચાર ઘા મારી ત્યાંથી ભાગી ગયો હતો. ઉલ્લેખનીય છે હાલ એલયુર હોટલ જયાં ચાલે છે ત્યાં અગાઉ અલ્પેશ પલાણે રૂ. 37 લાખમાં સ્પા ચાલુ કર્યુ હતું. ત્રણ વર્ષ અગાઉ હસમુખે તેના ભાણેજ અલ્પેશ પલાણને રૂ. 27 લાખ રોકડા આપી સ્પા ખરીદી તેમાં હોટલ ચાલુ કરી હતી. એક વર્ષ અગાઉ અલ્પેશે સ્યુસાઇડ કરી લેતા તેના સાળો હરદીપ રૂ. 10 લાખની ઉઘરાણી શરૂ કરી હતી. જો કે હસમુખે અલ્પેશની પત્ની દિપાલીને રૂ. 3 લાખ અને હરદીપને રૂ. 2 લાખ મળી રૂ. 5 લાખ ચુકવી દીધા હતા. બીજી તરફ હસમુખના સસરાએ ત્રણ વર્ષ અગાઉ અલ્પેશને ઉછીના રૂ. 20 લાખ આપ્યા હતા. પરંતુ અલ્પેશે સ્યુસાઇડ કરી લેતા તેની પત્ની દિપાલી કે સાળા હરદીપે પૈસા ચુકવવાનો ઇન્કાર કરી દીધો હતો. જયારે હસમુખ પાસે બાકી રૂ. 5 લાખની ઉઘરાણી કરતો હોવાથી તેઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો.

See also  राजकोट : यातायात नियमों को लेकर ट्राफिक पुलिस सख्त, 8 दिनों में लाखों रुपये दंड वसूला | राजकोट

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read