HomeNewsબ્રેઇન સ્ટ્રોકના દર્દીને એર એમ્બ્યુલન્સની મદદથી ભાવનગરથી સુરત ખસેડાયો

બ્રેઇન સ્ટ્રોકના દર્દીને એર એમ્બ્યુલન્સની મદદથી ભાવનગરથી સુરત ખસેડાયો


  • સૌપ્રથમ વખત 108ની એર એમ્બ્યુલન્સ સુરત પહોંચી
  • સામાજિક પ્રસંગે સુરતથી ભાવનગર જતા ત્યારે તબિયત લથડી
  • બીજા 15 કિ.મી.નું અંતર માત્ર 17 મિનિટમાં કાપીને પહોંચ્યા

રાજ્ય સરકારની 108-એર એમ્બ્યુલન્સ સૌપ્રથમ વખત ભાવનગરથી એક દર્દીને લઈ સુરત એરપોર્ટ પહોંચી હતી. માત્ર 26 મિનિટના સમયગાળામાં ભાવનગરથી સુરત એરપોર્ટ પહોંચ્યા બાદ સડક માર્ગના બીજા 15 કિલોમીટરનું અંતર 17 મિનિટમાં કાપી બ્રેઈન સ્ટ્રોકના દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે માહિતી આપતા 108-એમ્બ્યુલન્સના પ્રોગામ મેનેજરે જણાવ્યું હતું કે, ઘોડદોડ રોડ ખાતે રહેતા કાનજીભાઈ સંસપરા (ઉં.વ. 56) સામાજિક પ્રસંગમાં ભાવનગર ગયા હતા. દરમિયાન શનિવારે અચાનક તેમની તબિયત બગડતા ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કાનજીભાઈને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું જાણવા મળ્યું. જોકે તેમનો પરિવાર સુરતમાં હોવાથી તેમને વધુ સારવાર માટે સુરત ખસેડવા નિર્ણય લેવાયો હતો. તેમની ગંભીર હાલત જોતા તેમને સડક માર્ગે સુરત લવાય તો સારવારમાં વિલંબ થાય તેમ હોવાથી તેમને હવાઈ માર્ગે સુરત ખસેડાયા હતા. જે માટે રાજ્ય સરકારની 108-એર એમ્બ્યુલન્સને કોલ અપાયો હતો.

See also  सूरत : हाई प्रोफाइल जीवन शैली जीने के लिए बाइक चोरी करता था युवक, पकड़ा गया

એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજરે વધુમાં જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે એર એમ્બ્યુલન્સ સુરત એરપોર્ટ પહોંચે તે પહેલા છન્જી (વેન્ટિલેટર)વાળી અડાજણ લોકેશનની એમ્બ્યુલન્સ દોડાવાઈ હતી. ઇએમટીએ કાનજીભાઈને તાત્કાલિક વેન્ટિલેટર અને મલ્ટિપેરા મોનિટરથી મોનિટર કર્યું હતું અને 108-ના સેન્ટરમાં બેઠેલા ફિઝિશિયન સાથે સંપર્કમાં રહી કાનજીભાઈને શહેરની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read