HomeNewsબોયફ્રેન્ડે બ્રેકઅપ કરી દેતા બે સંતાનની માતાએ ઝેર પી લઇ જીવનલીલા સંકેલી

બોયફ્રેન્ડે બ્રેકઅપ કરી દેતા બે સંતાનની માતાએ ઝેર પી લઇ જીવનલીલા સંકેલી


  • પતિ સમક્ષ ઝેર પીધાની કરેલી કબૂલાત બાદ પોલીસ તપાસ શરૂ
  • પોતાની ભૂલ થઈ હોવાનું અને તેણીએ તેની સાથે છેતરપિંડી કરી હોવાનું કહ્યું
  • બોયફ્રેન્ડે બ્રેકઅપ કરતા મહિલાએ ઝેર પી આત્મહત્યા કરી

ભાવનગરની વતની બે સંતાનની માતાએ ઝેર ગટગટાવી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ પુણા ગામ વિસ્તારમાં બન્યો હતો. બોયફ્રેન્ડે બ્રેકઅપ કરતા પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા પુણા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

મૂળ ભાવનગરની વતની 30 વર્ષીય પરિણીતા રત્નકલાકાર પતિ અને પુત્ર-પુત્રી સહિતના પરિવાર સાથે પુણા ગામ વિસ્તારમાં રહેતી હતી. દરમિયાન શુક્રવારે સવારે તેણીએ ઘરમાં ઝેર ગટગટાવી લીધું હતું. જેની જાણ પરિવારના સભ્યોને થતા તેણીને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં શનિવારે સવારે તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યં હતું. બનાવની જાણ થતા પુણા પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બોયફ્રેન્ડે બ્રેકઅપ કરતા મહિલાએ ઝેર પી આત્મહત્યા કરી લીધી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. ઝેર પીધા બાદ તેણીએ પતિ સમક્ષ બોયફ્રેન્ડે કરેલા બ્રેકઅપની વાત કરવા સાથે પોતાની ભૂલ થઈ હોવાનું અને તેણીએ તેની સાથે છેતરપિંડી કરી હોવાનું કહ્યું હતું. પરિવાર તરફથી મળેલી માહિતી બાદ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

See also  સુરતમાં ભાજપના કોર્પોરેટરે ડીમોલેશન કરી રહેલા પાલિકાના અધિકારીને ગાળો ભાંડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read