HomeNewsબીમાર પતિને ફોન કરી ખબર પૂછ્યા તો કહ્યું, તલાક! તલાક! તલાક!

બીમાર પતિને ફોન કરી ખબર પૂછ્યા તો કહ્યું, તલાક! તલાક! તલાક!


  • શાકમાં મીઠું વધું પડી પત્નીને કાઢી મુકી હતી
  • પતિનું અન્ય યુવતી સાથે આડા અનૈતિક સંબંધ હતા
  • સાસરીયાઓએ યુવતી પાસે દહેજનાં પાંચ લાખ રૂપિયા માંગ્યા

સુરતના ભાઠેના પરણેલી નાનપુરાની 22 વર્ષીય યુવતીને શાકમાં મીઠું વધું પડી જવાનાં કારણોસર ઘરમાંથી કાઢી મૂક્યા બાદ ફોન ઉપર જ ત્રણ વખત તલાક! તલાક તલાક! કહી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

નાનપુરા કાદરશાની નાળમાં રહેતી 22 વર્ષીય યુવતીના લગ્ન આંજણા ફાર્મમાં રહેતાં અનિશ મુસ્તાક શાહ સાથે ઓક્ટોબર-19માં થયા હતા. એક મહિના બાદ આ યુવતીને પતિના અન્ય યુવતી સાથે આડા અનૈતિક સંબંધ હોવાની શંકા જતાં ઘરમાં કંકાસ શરૂ થયો હતો. એક વખત શાકમાં મીઠું વધુ પડી જતાં પતિ અને સાસરીયાઓ ઝઘડો કરી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. દહેજનાં પાંચ લાખ રૂપિયા લાવે તો જ ઘરમાં લાવવાનું કહી પિયર મોકલી અપાઇ હતી.

See also  मां-बेटे की हत्या की घटना का खुलासा, दो हत्यारोपित गिरफ्तार | प्रादेशिक News

ગત ડિસેમ્બર મહિનમાં પતિ અનિશની તબિયત ખરાબ હોવાનું જાણવા મળતાં યુવતીએ પાડોશીના ફોનથી પતિને ખબર અંતર પૂછવા કોલ કર્યો હતો. ફોન ઉપર જ પોતાને તેડી જવાની વાત કહેતાં પતિએ આવેશમાં આવી તલાક! તલાક! તલાક! કહી છૂટાંછેડાં આપી દેતાં યુવતી હેબતાઇ ગઇ હતી. પોતાની સાથે થયેલાં અન્યાયને લઇને તેણે પતિ અને સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read