HomeNewsબાર વર્ષ પહેલાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને સાત વર્ષની સખ્તકેદ

બાર વર્ષ પહેલાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને સાત વર્ષની સખ્તકેદ


સુરત જિલ્લાના માંગરોળના મોટા બોરસરા ખાતેથી 1.637 કિલો જથ્થા સાથે લલ્લુ વસાવાને ઝડપી લેવાયો હતો

Updated: Apr 6th, 2023


સુરત

 સુરત જિલ્લાના માંગરોળના મોટા બોરસરા ખાતેથી 1.637 કિલો  જથ્થા સાથે લલ્લુ વસાવાને ઝડપી લેવાયો હતો

બાર
વર્ષ પહેલાં માંગરોળ તાલુકાના મોટબોરસરા ખાતે કોસબા પોલીસની એસઓજીની ટીમે પેટ્રોલિંગ
દરમિયાન ગેરકાયદે ગાંજાના જથ્થા સાથે ઝડપેલા આરોપીને આજે નાર્કોટીક્સ એક્ટના
કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ કૃત્તિ સંજય ત્રિવેદીએ દોષી ઠેરવી સાત
વર્ષની સખ્તકેદ
,50 હજાર દંડ તન ભરે તો વધુ સાત માસની કેદની સજા ફટકારી છે.

કોસંબા
પોલીસના  એસઓજીની ટીમે તા.
28-9-2010ના રોજ
કામરેજથી સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ.જે દરમિયાન માંગરોળ
તાલુકાના મોટાબોરસરા ગામના નવાપરા ફળીયા અંબાજી માતાના મંદિર પાસેથી આરોપી લલ્લુ
કાનજી વસાવાના કબજામાં થી કાપડની થેલીની તલાશી લીધી હતી.જેમાંથી કુલ
1.691 કી.ગ્રા. રૃ.16,370ની કિંમતના ગાંજાનો ગેરકાયદે
જથ્થો મળી આવ્યો હતો.જેથી કોસંબા પોલીસે આરોપીની એનડીપીએસ એક્ટની કલમ-
8(સી),20(બી)ના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.

See also  उत्तर प्रदेश : ट्यूशन क्लास आई मासूम बच्ची के साथ दुष्कर्म करने वाले आरोपी को कोर्ट ने सुनाई 20 साल की सजा

બાર
વર્ષ જુના કેસની ન્યાયિક કાર્યવાહીની આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જે
દરમિયાન સરકારપક્ષે એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ કુલ
12 સાક્ષીઓ તથા 18
દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપી લલ્લુ વસાવાને
એનડીપીએસ એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી સાત વર્ષની સખ્તકેદ તથા
50 હજાર દંડની સજા ફટકારી હતી.આરોપીના બચાવપક્ષની સજામાં રહેમની માંગને
નકારી કોર્ટે જણાવ્યું હતું કે આરોપી પાસેથી મળેલા ગાંજાનો જથ્થો સ્મોલ
ક્વોન્ટીટીથી વધુ તથા કોમર્શિયલ કરતાં ઓછો છે.જેથી એનડીપીએસ એક્ટની કલમ
20 (બી)ની જોગવાઈ જોતાં આરોપીને દશ વર્ષની સખ્તકેદ તથા 1 લાખનો દંડની સજાની જોગવાઈ છે.જેમ શિક્ષાનું પ્રમાણ અપરાધના પ્રલોભન
પર  પણ આધારિત છે.જેમ અપરાધનું પ્રલોભન વધુ
તેમ શિક્ષાનું પ્રમાણ વધુ હોય છે.માદકપદાર્થનો દુરુપયોગ એક સામાજિક દુષણ અને દેશના
યુવા ભાવિ પેઢી માટે હાનિકારક છે.વ્યકિતગત હિત કરતાં સમાજ
,રાજ્ય
અને રાષ્ટ્રના હિતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

See also  જીયાવની પ્રદૂષિત જગ્યાએ નથી જ જવું, નવા કોર્ટ સંકુલ માટેની ફાળવણી રદ કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read