HomeNewsબાંગ્લાદેશી યુવતી બોગસ દસ્તાવેજથી બનાવેલા ભારતીય પાસપોર્ટ સાથે ઝડપાઈ

બાંગ્લાદેશી યુવતી બોગસ દસ્તાવેજથી બનાવેલા ભારતીય પાસપોર્ટ સાથે ઝડપાઈ


કામરેજમાં દેહવિક્રય કરતી હતી : 26 વર્ષની ચંપાખાતુન સાત વર્ષ અગાઉ દલાલને પૈસા ચૂકવી બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરી બસ અને ટ્રેન મારફતે સુરત પહોંચી હતી

ભારતીય પાસપોર્ટ ઉપર બાંગ્લાદેશી યુવતી માલદીવ અને બાંગ્લાદેશ ગઈ હતી : સાત મહિના અગાઉ બાંગ્લાદેશ ગયા બાદ ત્યાં પણ પાસપોર્ટ બનાવ્યો હતો

Updated: Jan 6th, 2023

– કામરેજમાં દેહવિક્રય કરતી હતી : 26 વર્ષની ચંપાખાતુન સાત વર્ષ અગાઉ દલાલને પૈસા ચૂકવી બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરી બસ અને ટ્રેન મારફતે સુરત પહોંચી હતી

– ભારતીય પાસપોર્ટ ઉપર બાંગ્લાદેશી યુવતી માલદીવ અને બાંગ્લાદેશ ગઈ હતી : સાત મહિના અગાઉ બાંગ્લાદેશ ગયા બાદ ત્યાં પણ પાસપોર્ટ બનાવ્યો હતો

સુરત, : સુરત એસઓજીએ રેલવે સ્ટેશન પાસેથી બોગસ દસ્તાવેજોના આધારે બનાવેલા ભારતીય પાસપોર્ટ સાથે બાંગ્લાદેશી યુવતીને ઝડપી લીધી હતી. યુવતી ભારતીય પાસપોર્ટ ઉપર માલદીવ અને બાંગ્લાદેશ ગઈ હતી.ઉપરાંત, સાત મહિના અગાઉ બાંગ્લાદેશ ગયા બાદ ત્યાં પણ પાસપોર્ટ બનાવ્યો હતો.

See also  સુરત શહેરમાં પેટમાં દુઃખાવાની ફરિયાદના 30 ટકા કેસ વધ્યા

એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એએસઆઈ દિપસિંહ કાનજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ સામંતસિંહ નરસિંહને મળેલી બાતમીના આધારે એસઓજીએ ગતસાંજે સુરત રેલ્વે સ્ટેશનની બહાર રીક્ષા સ્ટેન્ડ પાસેથી મોહમદ ફોઝલુ ઉર્ફે ફરીદુલ શેખની પુત્રી ચંપાખાતુન ( ઉ.વ.26, રહે.રૂમ નં.102, સુમન સાગર આવાસ, વેસુ, સુરત. મુળ રહે.માયગ્રામ જી.નોરાઈલ, બાંગ્લાદેશ ) ને ભારતીય પાસપોર્ટ, બાંગ્લાદેશી પાસપોર્ટની કલર ઝેરોક્ષ, રેલવે ટિકિટ, બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડની કલર ઝેરોક્ષ, આધારકાર્ડ, પાનકાર્ડ, મોબાઈલ ફોન સાથે ઝડપી લીધી હતી.એસઓજીએ તેની અટકાયત કરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે સાત વર્ષ અગાઉ દલાલને પૈસા ચૂકવી બાંગ્લાદેશ બોર્ડર ગેરકાયદેસર ક્રોસ કરી બસ અને ટ્રેન મારફતે સુરતના કામરેજ પહોંચી હતી.અહીં તેણે બાબુ નામના વ્યક્તિ સાથે રહી દેહવિક્રયનો વ્યવસાય શરૂ કર્યો હતો.

See also  सूरत :  राज्य में पहली बार आवारा बच्चों का सर्वे, सड़कों पर मिले 347 बच्चों में से 21 अनाथ


બાંગ્લાદેશી યુવતીઓને સુરત લાવી દેહવિક્રયના વ્યવસાય કરાવતા બાબુએ જ બાંગ્લાદેશી ચંપાખાતુનનો ભારતીય તરીકેનો જન્મનો પુરાવો, આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવડાવી તેના આધારે તેનો ભારતીય પાસપોર્ટ પણ બનાવડાવ્યો હતો.આ પાસપોર્ટ ઉપર ચંપાખાતુન પહેલા માલદીવ ગઈ હતી અને ત્યાંથી સુરત પરત ફરી હતી.અહીં રહી બાદમાં તે સાત મહિના અગાઉ ભારતીય પાસપોર્ટ ઉપર બાંગ્લાદેશ ગઈ હતી અને ગત ઓગષ્ટ 2022 માં ત્યાં પણ પોતાનો પાસપોર્ટ બનાવડાવી તે સાઉદી અરેબીયા પ્રેમીને મળવા પણ ગઈ હતી.જોકે, ફરી ગત 1 જાન્યુઆરીના રોજ 15 હજાર ટકા ( બાંગ્લાદેશી ચલણ ) આપી તે દલાલ મારફતે બાંગ્લાદેશ બોર્ડર ગેરકાયદેસર ક્રોસ કરી ટ્રેનમાં સુરત આવી હતી અને પકડાઈ ગઈ હતી.એસઓજીએ આ અંગે તેના વિરુદ્ધ ગુનો નોંધી બાબુને વોન્ટેડ જાહેર કરી આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

See also  अहमदाबाद : गुजरात ATS को मिली बड़ी सफलता, जुहापुरा में एक घर से नकली नोट बनाने का किया पर्दाफाश |

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read