HomeNewsફી રીફંડ પોલિસીનો અમલ ન કરનારી કોલેજોને ગ્રાન્ટ કાપની UGCની ચીમકી

ફી રીફંડ પોલિસીનો અમલ ન કરનારી કોલેજોને ગ્રાન્ટ કાપની UGCની ચીમકી


  • ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23 માટે ફી રીફંડ પોલિસી નિર્ધારીત કરાઇ
  • JEE, NEET સહિતની પરીક્ષાઓ પાછી ઠેલાતા ફી-રીફંડમાં છૂટછાટ
  • કેટલાંક કિસ્સામાં સામે આવી કોલેજ સંચાલકો-આચાર્યોની આડોડાઇ

સુરત સહિત દેશભરની યુનિવર્સિટી અને કોલેજો માટે ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23 માટે ફી રીફંડ પોલિસી નિર્ધારીત કરાઇ છે. જેમાં JEE, NEET સહિતની પરીક્ષાઓનું શિડ્યુલ પાછળ ઠેલાયું હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ રદ્દ કરાવે તો ફી રીફંડ મુદ્દે 31 ડિસેમ્બર સુધી છૂટછાટ આપવાની તાકીદ કરાઇ હતી. જોકે, તેમ છતાં કેટલાક કિસ્સાઓમાં કોલેજ સંચાલકો અને આચાર્યોની આડોડાઇને જોતાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ સખ્તાઇ અપનાવી છે. તેમજ ફી રીફંડ પોલિસીનો અમલ ન કરનારી કોલેજોને ગ્રાન્ટ કાપ અને જોડાણ રદ્દ કરવા સહિતની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.

See also  केंद्रीय स्वास्थ्य मंत्री जे.पी. नड्डा राज्यसभा में सदन के नेता हुए नियुक्त, प्रधानमंत्री का जताया आभार | भारत News

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ફી રીફંડ પોલિસી સંદર્ભે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, ઓગસ્ટ-2022માં જાહેર થયેલા એક પરિપત્ર પ્રમાણે કોલેજો, યુનિવર્સિટીને 2022-23ના વર્ષમાં વિશેષ જોગવાઇને આધીન વિદ્યાર્થીઓ 31 ડિસેમ્બર-2022 સુધીમાં પ્રવેશ રદ્દ કરાવે તો તમામ ફી રીફંડ કરવાની સૂચના અપાઇ હતી. આ જોગવાઇને ધ્યાને લેતાં જો કોઇ કોલેજ કે યુનિવર્સિટી ફી રીફંડ પોલિસીનો ભંગ કરશે અથવા તો અમલ કરવામાં ચૂક કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. ફી રીફંડ પોલિસીનો અમલ ન કરવાના કિસ્સામાં UGCના સેક્શન-12બી અંતર્ગત કોલેજની ગ્રાન્ટ માટેનું સર્ટીફિકેટ વિડ્રો કરાશે. તો સાથે સાથે, કોલેજની ગ્રાન્ટ સ્થગિત કરાશે.

UGC તરફથી કરવામાં આવતી વિવિધ મદદ, માર્ગદર્શન અને યોજનાઓ માટે કોલેજને ગેરલાયક ઠેરવવામાં આવશે. જે તે સંલગ્ન યુનિવર્સિટીને કોલેજનું જોડાણ રદ્દ કરવાની ભલામણ કરાશે. કેન્દ્ર સરકારને ડીમ યુનિવર્સિટી સામે અને રાજ્ય સરકારને સ્ટેટ યુનિવર્સિટી સામે કાર્યવાહી કરવાની ભલામણ કરાશે. UGC પોતાની સત્તાને આધીન કોલેજ સામે સખ્ત કાર્યવાહી કરશે. આમ, રાજ્યની અનેક યુનિવર્સિટી અને કોલેજોમાં હાલમાં પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ફી રીફંડ પોલિસી સંદર્ભે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.

See also  Girl Was Allegedly Raped By Boy In Surat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read