HomeNewsફાઇનાન્સનો ગેરકાયદે ધંધો કરનારા પર પોલીસનું હલ્લાબોલ: રાંદેર, અડાજણ, પાલ, અમરોલી, ઉત્રાણના...

ફાઇનાન્સનો ગેરકાયદે ધંધો કરનારા પર પોલીસનું હલ્લાબોલ: રાંદેર, અડાજણ, પાલ, અમરોલી, ઉત્રાણના 28 ફાઇનાન્સરો વિરૂધ્ધ કાર્યવાહી


– 32 ડાયરી, સહીવાળા 34 કોરા ચેક, નાની મોટી 18 હિસાબી ડાયરી અને દારૂની 10 બોટલ કબ્જેઃ નાંણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો

સુરત
શહેરના અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, પાલ, અમરોલી અને ઉત્રાણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે 2 ટકા કે તેનાથી વધુ વ્યાજદરે ફાઇનાન્સ કરી લોહી ચુસવાનો ધંધો કરનાર ઉપર સુરત પોલીસે હલ્લાબોલ કરી 28 ફાઇનાન્સરો પર સકંજો કસ્યો છે. પોલીસે ફાઇનાન્સરો પાસેથી 32 નંગ ડાયરી, સહીવાળા 34 કોરા ચેક ઉપરાંત સર્ચ દરમિયાન દારૂની 10 નંગ બોટલ મળી આવતા તે પણ કબ્જે લઇ ગુજરાત નાંણા ધીરધાર કરનાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર પોલીસના ઝોન 5 માં સમાવિષ્ટ અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, પાલ, અમરોલી અને ઉત્રાણ વિસ્તારમાં ગત રોજ પોલીસ દ્વારા ગેરકાયદે ફાઇનન્સનો ધંધો કરનાર પર હલ્લાબોલ કર્યુ હતું. 2 ટકા કે તેનાથી વધુ વ્યાજદરે ફાઇનાન્સ કરવા ઉપરાંત કિંમતી ચીજવસ્તુ, મકાન, ગાડી વિગેરે ગીરવે લઇ લોહી ચુસવાનો ધંધો કરનાર વિરૂ્ધ્ધની સ્પેશીયલ ડ્રાઇવમાં અડાજણ પોલીસે 5, રાંદેર પોલીસે 11, પાલ પોલીસે 5, અમરોલી પોલીસે 5, ઉત્રાણ પોલીસે 2 ફાઇનાન્સરો વિરૂધ્ધ કાર્યવાહી કરી તેમની અટકાયત કરી હતી.

See also  E-Scooter: Heated e-scooter leads to cylinder blast, teen girl dies | Surat News

પોલીસે આ તમામ ફાઇનાન્સરોની અંગ જડતી ઉપરાંત તેમની ઓફિસ અને ઘરમાં સર્ચ કર્યુ હતું. જેમાં ફાઇનાન્સના હિસાબની 32 ડાયરી, સહીવાળા 34 કોરા ચેક, 7 મોબાઇલ ફોન, હિસાબ અંગેની નાની-મોટી 18 બુક, રોકડા રૂ. 8 હજાર અને દારૂની 10 બોટલ પણ મળી આવી હતી. આ અંગે પો. કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો કરનારની પઠાણી ઉઘરાણીના કારણે કેટલીક વાર નિર્દોષ લોકો આત્મહત્યા કરવા પ્રેરાતા હોય છે અને તેનું પરિણામ સમગ્ર પરિવાર ભોગ બને છે. આ ઉપરાંત અપહરણ, હત્યા, મારામારી જેવા ગંભીર પ્રકારના ગુના પણ બને છે. આ બાબતોને ધ્યાનમાં લઇ ગેરકાયદે ફાઇનાન્સ કરી લોહી ચુસવાનો ધંધો કરનાર પર હલ્લાબોલ કરવામાં આવ્યું છે. જયારે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારમાં ફાઇનાન્સરો પર હલ્લાબોલ કરવાના પણ સંકેત આપ્યા હતા.

See also  तलाकशुदा महिला को शादी का झांसा देकर ईडर के युवक ने किया दुष्कर्म, ऐंठे लाखों रूपये

કયા પોલીસ સ્ટેશન દ્વારા કોના વિરૂધ્ધ કાર્યવાહી ?


રાંદેર પોલીસ સ્ટેશનઃ
આકાશ ચંપક પટેલ, અબ્બાસ સિકંદર બાદશાહ, મહેશ તેજાભાઇ વીરાસ, રાજ રામચરણ રાજભર, હસમુખ રણછોડ પ્રજાપતિ, યાસીન મોહમદ દિવાન, નિકુંજ અરવિંદ પટેલ, મનહર વીજચંદ્ર બોટારે, સલીમ મન્સુર દિનાણી, જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રતાપ રાવલ, નાગેશ ઇશ્વર દેસાઇ
અડાજણ પોલીસ સ્ટેશનઃ ગિરીશચંદ્ર શંભુલાલ પસ્તાગીયા, વિરેન્દ્ર ફકીરચંદ ગોણ, શંકર સુમીરત શાહુ, વિરેન્દ્ર ફકીરચંદ ગોણ, વિનોદ નરોત્તમ લીંમ્બાચીયા, આકાશ ગુલાબચંદ જૈન
પાલ પોલીસ સ્ટેશનઃ દીપક કનૈયાલાલ શાહ, આકાશ ગુલાબચંદ સોમૈયા, કુમાર શાંતીલાલ પાલ, ગિરીશ નારાયણ હીંગુ
અમરોલી પોલીસ સ્ટેશનઃ રાજેશ વશરામ ગાંગાણી, વિષ્ણુ વાઘુભાઇ રબારી, કપિલ અંબાલાલ સૈંધાણે, વિનોદકુમાર રોશનલાલ જૈન, ગોરધન નાગજી ઝડફીયા
ઉત્રાણ પોલીસ સ્ટેશનઃ અશોક જગન્નાથ ગુપ્તા અને સની નિર્ભયસીંગ બગાડા

ડાયરીની તપાસના આધારે અન્ય ડિપાર્ટમેન્ટને પણ જાણ કરાશે


ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો કરી આર્થિક જરૂરિયાતમંદ લોકોની મજબૂરીનો ગેરલાભ લેનાર ફાઇનાન્સરો પર પોલીસે સકંજો કસ્યો છે. 28 ફાઇનાન્સરો પાસેથી પોલીસને 32 ડાયરી અને હિસાબની નાની-મોટી 18 બુક તથા સહીવાળા 34 કોરા ચેક મુદ્દે હાલમાં પોલીસે ઝીણવટીભરી તપાસ શરૂ કરી છે. તપાસ અંતર્ગત કેટલા સમય પહેલા અને કેટલા ટકાના દરે ફાઇનાન્સ લેવામાં આવ્યું, મિલકત કે અન્ય કોઇ ચીજવસ્તુ જબરજસ્તી લખાવી છે કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે. તપાસ અંતર્ગત જરૂર જણાય તો પોલીસ દ્વારા ઇન્કમ ટેક્સ સહિતના અન્ય ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવશે.

See also  मुख्यमंत्री पटेल ने निर्माणाधीन 'हरे कृष्ण सरोवर' परियोजना स्थल का दौरा कर जल संचयन कार्यों की समीक्षा की | अहमदाबाद News

ધાક-ધમકી આપનાર ફાઇનાન્સર વિરૂધ્ધ ખંડણીનો ગુનો નોંધાશે


ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો કરનારને સકંજામાં લેવા માટે પોલીસે સુઓમોટો પાવરનો ઉપયોગ કરી હલ્લાબોલ કર્યુ છે. ફાઇનાન્સરો પાસેથી મળેલી ડાયરીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં જો કોઇ ફાઇનાન્સર દ્વારા રૂપિયાની વસુલાત માટે ધાક ધમકી આપવામાં આવી હોય કે પછી કોઇ મિલકત લખાવી લેવામાં આવી હશે તો તેવા ફાઇનાન્સરો વિરૂધ્ધ ખંડણીનો ગુનો નોંધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read