HomeNewsફટાકડાને લીધે કચરામાં આગ સહિત 130થી વધુ કોલ

ફટાકડાને લીધે કચરામાં આગ સહિત 130થી વધુ કોલ


  • આંજણા ફાર્મ ખાતે એમ્બ્રોઈડરીના કારખાનામાં આગ : કારીગરનું મોત
  • સ્થાનિક કારખાનાના સીસીટીવી ફુટેજની તપાસ હાથ ધરી છે.
  • આગમ શોપિંગ સેન્ટર ખાતે ગેરેજમાં આગ

દિવાળી દરમિયાન ફટાકડાને લીધે કચરામાં આગ લાગવા સહિતના 130થી વધુ કોલ મળવા સાથે ફાયર બ્રિગેડના લાશ્કરો સતત દોડતા રહ્યાં હતા. દરમિયાન શનિવારે સવારે આંજણા ફાર્મ ખાતે સાંઈકૃપા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરીના કારખાનામાં ફાટી નીકળેલી આગમાં એક કારીગરનું મોત નીપજ્યું હતું. જ્યારે મેનેજર જીવ બચાવી ભાગવામાં સફળ રહ્યો હતો. બાજુના કારખાનામાં મૂહુર્તના ફૂટતા ફટાકડા ઉડીને એમ્બ્રોઈડરી ખાતામાં પડતા આગ ભડકી હોવાની શક્યતા વચ્ચે સલાબતપુરા પોલીસે એફએસએલની મદદ લેવા સાથે સ્થાનિક કારખાનાના સીસીટીવી ફુટેજની તપાસ હાથ ધરી છે.

શનિવારે સવારે 10:07 વાગે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, આંજણા ફાર્મ સાંઈકૃપા ઇન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નં. 42ના પહેલા માળે આવેલા એમ્બ્રોઈડરીના કારખાનામાં આગ ફાટી નીકળી છે. ત્યારબાદ ડુંભાલ અને માનદરવાજા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર ક્રિષ્ણા મોઢ, જયદીપ ઇસરાની સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને એકાદ કલાકની જહેમત બાદ આગ પર સંપુર્ણ કાબુ મેળવ્યો હતો. બીજી બાજુ બનાવને પગલે સલાબતપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

See also  સુરતમાં ધુળેટી નિમિત્તે ફોઈના ઘરે આવેલા યુવકને એમ્બ્યુલન્સે ટક્કર મારતા મોત

પીઆઈ બી. આર. રબારીએ જણાવ્યું હતું કે, આગની આ ઘટનામાં એક કારીગરનું મોત થયું છે. પ્રાથમિક તપાસમાં કારખાનામાં લાગેલી આગને લઈ થયેલા ધૂમાડાને લીધે ગૂંગળામણ થતા મોત નીપજ્યું હોવાની શક્યતા છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. બાજુના કારખાનાના મૂર્હુતના ફૂટતા ફટાકડા ઉડીને એમ્બ્રોઈડરી કારખાનામાં પડતા આગ લાગી હોવાની શક્યતા છે. જેને પગલે એફએસએલની મદદ લેવા સાથે સ્થાનિક કારખાનાના સીસીટીવી ફુટેઝની તપાસ શરૂ કરવામાં આવી છે.

આગમ શોપિંગ સેન્ટર ખાતે ગેરેજમાં આગ

વેસુ કેનાલ રોડ પર આગમ શોપિંગ સેન્ટર આવ્યું છે. શુક્રવારે સવારે અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ગેરેજમાં આગ ભડકી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, ગેરેજમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ફાયરની ટીમે ગેરેજના શટર તોડી આગ પર કાબુ મેળવ્યો હતો. ગેરેજમાં ભડકેલી આગમાં બે ઇલેક્ટ્રીક બાઈક, એક હેન્ડીકેપ સાઈકલ અને બે સાઈકલ બળી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી.

See also  મંદીના માર પછી ગુજરાતનો કાપડ ઉદ્યોગ 'ટફ' યોજના પુનઃ ઝંખે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read