HomeNewsપ્રોસેસિંગ એકમો બંધ થવા પાછળ આડકતરી રીતે લાંબી ઉધારી નિમિત્ત

પ્રોસેસિંગ એકમો બંધ થવા પાછળ આડકતરી રીતે લાંબી ઉધારી નિમિત્ત


-બે
મહિના બાદ પણ કામકાજમાં સુધારો નથી
,
આવક ઘટી ગઇ છે બીજી તરફ ખર્ચાઓ ઘટતા નથી

સુરત

દિવાળીના
મહિનામાં પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ પાસે કામકાજ ઓછું હતું. આજે બે મહિના થઈ ગયાં છે.
છતાં કામકાજમાં કોઈ એવો વધારો નથી. હકીકતમાં તો ધીમે ધીમે મિલો બંધ થઈ રહી છે અને
તેની પાછળનું કારણ આડકતરી રીતે લાંબી ઉધારી છે.

ઇન્ડસ્ટ્રીઝમાં
ખુબ ખમતીધર છે
, તેવાઓની પણ હાલત ધીમે ધીમે બગડી રહી છે. આ ત્રણ ચાર મહિનામાં તો મિલોના બંધ
થવાનું કે મશીનરી વેચાઈ જવાના કિસ્સા ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચર્ચામાં સતત રહ્યા છે. પાંડેસરા-સચિન
જીઆઇડી વિસ્તારમાં મિલો બંધ થવાનું કે વેચાઈ ગયાનું પણ સંભળાઈ રહ્યું છે.

કામકાજ
ઘટયા હોવાને કારણે આવક ઘટી રહી છે. બીજીતરફ ખર્ચાઓ એટલાંને એટલાં જ હોવાથી
ઇન્ડસ્ટ્રીઝને કંઈ રીતે ચલાવી એક મોટો પ્રશ્ન ઉદ્યોગકારોનો છે. વેપારીઓ પાસેથી
પેમેન્ટ સમયસર મળતું નથી અને તેને કારણે ઉદ્યોગકારો ભીંસમાં મુકાઈ રહ્યાં છે.

See also  सूरत : पांच साल में शहर की 500 कंपनियां स्टॉक एक्सचेंज में लिस्टेड हों सकती हैं! | सूरत, कारोबार

છેલ્લાં
બે મહિનાથી ઉદ્યોગકારોને નફો મળ્યો નથી. બ્રેક ઇવન પોઇન્ટ ૭૦થી પણ ઉપર ગયો છે. સીસી
લીમીટ વધી રહી છે. બેંકો પાસે કોલેટ્રેલ ગેરેન્ટી પણ નહીં હોય તો ઉદ્યોગકારો શું કરી
શકે
? ઉદ્યોગકારો
માટે એવી સ્થિતિ આવીને ઊભી છે કે
, વેપારીઓ કમાઈ શકે તે માટે પ્રોસેસિંગ
ઇન્ડસ્ટ્રી ઘસાતા રહેવાનું. આવું ક્યાં સુધી ચાલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read