HomeNewsપ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર પત્નીના જામીન નકારાયા

પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરનાર પત્નીના જામીન નકારાયા


આડાસંબંધમાં આડખીલીરૃપ પતિની હત્યાનો ગુનો નજરે જોનાર સાક્ષી બે સગીર દીકરી હોવાથી પુરાવા સાથે ચેડા થવાની સંભાવનાનો નિર્દેશ

ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામમાં

Updated: Dec 29th, 2022


સુરત

 આડાસંબંધમાં આડખીલીરૃપ પતિની હત્યાનો ગુનો નજરે જોનાર સાક્ષી બે સગીર દીકરી હોવાથી પુરાવા સાથે ચેડા થવાની સંભાવનાનો નિર્દેશ

ઓલપાડ
તાલુકાના ઉમરાછી ગામમાં ગયા જુન માસમાં પ્રેમી સાથેના આડાસંબંધમાં આડખીલીરૃપ બનનાર
પતિની પ્રેમી સાથે મળીને હત્યા કરનાર આરોપી મહીલાની ચાર્જશીટ બાદ જામીનની માંગને એડીશ્નલ
સેશન્સ જજ પ્રણવ એસ.દવેએ નકારી કાઢી છે.

ઓલપાડ તાલુકાના
ઉમરાછી ગામમાં રાજપુત ફળીયામાં રહેતી આરોપી ડીમ્પલબેનને તેમના પતિ વિરેન્દ્રસિંહ બળવંતસિંહ
સેવાણીયા સાથે ગાંધી આશ્રમમાં  સંચાલક એવા સહ
આરોપી હેમંત ઉર્ફે પિન્ટુ શર્મા સાથે આડાસંબંધના લીધે ઝઘડો થતો હતો.જેથી આડાસંબંધમાં
આડખીલી રૃપ બનનાર પતિ વિરેન્દ્રસિંહની પત્ની ડીેમ્પલબેને પોતાના પ્રેમી હેમંત સાથે
મળીને માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકીને હત્યા કરી હતી.જે દરમિયાન મરનારની બે અવાજ આવતા
બે સગીર પુત્રીઓ જાગી જતાં સમગ્ર ઘટના તેમણે પોતાની નજરે જોઈ હતી.જો કે પત્નીએ પોતાના
પતિ દાદર પરથી પડી જતા ઈજા થવાથી તેનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતુ.પરંતુ પોસ્ટમોર્ટમ
રિપોર્ટે ભાંડો ફોડી નાખ્યો હતો.

See also  बॉम्बे हाई कोर्ट ने दी सलमान खान को बड़ी राहत, रद्द किया चार साल पुराना मारपीट का मामला | मनोरंजन, प्रादेशिक

હાલમાં
પતિની હત્યાના ગુનામાં કીમ પોલીસે જેલભેગી કરેલી 
આરોપી ડીમ્પલબેને ચાર્જશીટ બાદ જામીન માંગ્યા હતા.આરોપીના બચાવપક્ષે
ચાર્જશીટમાં મુખ્ય આરોપી પોતે ન હોવા તથા બે સગીર પુત્રીઓની દેખભાળ રાખવા પ્રથમ
દર્શનીય કેસના અભાવે સ્ત્રી આરોપી હોઈ જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં
સરકારપક્ષે એપીપી વિશાલ ફળદુએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે
આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસમાં સક્રીય સંડોવણી છે.આરોપીને જામીન
આપવાથી આ ઘટનાને નજરે જોનાર સાક્ષી  બે
સગીર પુત્રીઓ તથા પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.જેને કોર્ટે ગુનાની ગંભીરતાને
લક્ષમાં લઈને માન્ય રાખી આરોપી મહીલાના જામીનની માંગને નકારી કાઢી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read