HomeNewsપ્રિ-રજિસ્ટ્રેશન કોર્સ વર્કની પરીક્ષા બાદ પીએચ.ડી.માં પ્રવેશ માટે કવાયત શરૂ

પ્રિ-રજિસ્ટ્રેશન કોર્સ વર્કની પરીક્ષા બાદ પીએચ.ડી.માં પ્રવેશ માટે કવાયત શરૂ


  • બે જુદા જુદા તબક્કાની પ્રવેશ કાર્યવાહી સંદર્ભે દરખાસ્ત મંગાવાઇ
  • દરખાસ્ત ન કરનારા ગાઇડને પાછળથી વિદ્યાર્થીઓ ફાળવાશે નહીં
  • ડિસેમ્બર સુધીમાં યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં જમા કરાવવાની રહેશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ વિદ્યાશાખામાં પીએચ.ડી.ની બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે હાલમાં જ પ્રિ-રજિસ્ટ્રેશન કોર્સ વર્કની પરીક્ષા અને તેના પરિણામ બાદ હવે પીએચ.ડી.માં પ્રવેશ ફાળવણી સંદર્ભે કવાયત શરૂ કરાઇ છે. યુનિવર્સિટી દ્વારા બે જુદા જુદા તબક્કાની પ્રવેશ કાર્યવાહી સંદર્ભે દરખાસ્ત મંગાવવામાં આવી છે. તેમજ દરખાસ્ત રજૂ ન કરનારા પીએચ.ડી. ગાઇડને વિદ્યાર્થીઓ ન ફાળવવાની સ્પષ્ટતા કરી છે.

યુનિવર્સિટીના એક પરિપત્રમાં 8 માર્ચ-2022ના રોજની પ્રવેશ જાહેરાત અનુસંધાને ફાળવવાના થતાં વિદ્યાર્થીઓ પૈકી પીએચ.ડી. ગાઇડ કેટલા વિદ્યાર્થીઓ લેવા માંગે છે તે અંગેની માહિતી 26 ડિસેમ્બર સુધીમાં યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગને મોકલી આપવાનો ઉલ્લેખ કરાયો છે. નિયત સમયમાં દરખાસ્ત મળશે નહીં તેવા માર્ગદર્શક શિક્ષકોને વિદ્યાર્થી ન ફાળવવાની તેમજ નિયત સમય બાદ મળેલી દરખાસ્ત ધ્યાને ન લેવાની ચીમકી અપાઇ છે. અન્ય એક પરિપત્રમાં જણાવ્યા મુજબ, પીએચ.ડી.માં પ્રવેશ મેળવવા માટેની 11 નવેમ્બર-2021ની જાહેરાત અનુસંધાને 27 ફેબ્રુઆરી-2022ના રોજ પ્રવેશ પરીક્ષા યોજાઇ હતી. આ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા તેમજ પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ મેળવનારા વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશન યોજવામાં આવ્યા હતા. પ્રિ-રજિસ્ટ્રેશન કોર્સ વર્કની રિક્ષા 11 ડિસેમ્બરે લઇ 20મીએ પરિણામ જાહેર કરાયું હતું. જેમાં હવે માર્ગદર્શક શિક્ષકોની ફાળવણી કરવાની કાર્યવાહી 28 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી કયા વિદ્યાર્થી, કયા માર્ગદર્શક શિક્ષકની ફાળવણી કરવામાં આવી છે તેની વિગતો 29 ડિસેમ્બર સુધીમાં યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં જમા કરાવવાની રહેશે.

See also  हाथरस त्रासदी के बाद भूमिगत भोले बाबा मीडिया के सामने आए, कहा-शासन-प्रशासन पर भरोसा | प्रादेशिक News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read