HomeNewsપ્રમુખ-ઉપપ્રમુખપદના બે દાવેદારોના રદ ફોર્મને બાર કાઉન્સિલે માન્ય રાખ્યા

પ્રમુખ-ઉપપ્રમુખપદના બે દાવેદારોના રદ ફોર્મને બાર કાઉન્સિલે માન્ય રાખ્યા


ટેકનિકલ કારણોસર ઉદય પટેલ તથા અશોક રાણાના ફોર્મ રદ કરતાં સમગ્ર મામલો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ગયો હતો

ચુંટણી કમિશ્નરે ફોર્મ રદ કરતાં પહેલાં દાવેદારોને ખુલાસાની તક ન આપતા


સુરત

ટેકનિકલ કારણોસર ઉદય પટેલ તથા અશોક રાણાના ફોર્મ રદ કરતાં સમગ્ર મામલો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ગયો હતો

આગામી
વર્ષના સુરત જિલ્લા બાર એસો.ના પ્રમુખ-ઉપપ્રમુખપદના બે હોદ્દેદારોના ફોર્મ ટેકનિકલ
કારણોસર રદ કરતા ચુંટણી કમિશ્નરના નિર્ણયને બંને દાવેદારોએ બાર કાઉન્સિલ  માં પડકારતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન
અનિરુધ્ધસિંહ ઝાલાઅ બંને દાવેદારોને ખુલાશાની તક આપ્યા વિના ફોર્મ રદ કરવાની
નિર્ણયને રદ કરી બંને ઉમેદવારોને ફોર્મ મંજુર કરી બેલેટ પેપરમાં તેમના નામ
પ્રસિધ્ધ કરવા નિર્દેશ આપ્યો છે.

See also  Gujarat Election 2022: AAP Workers Protest As SMC Workers Remove Banners Ahead Of Kejriwal's Rally In Singanpore In Surat

સુરત જિલ્લા
વકીલ મંડળના આગામી વર્ષ-
2022-23ના હોદ્દેદારોની આગામી તા.16મી ડીસેમ્બરે જાહેર થયેલી
ચુંટણીમાં ફોર્મ ચકાસણી દરમિયાન ચુંટણી કમિશ્નર કમલનયન અસારાવાલાએ પ્રમુખ પદના ઉમેદવાર
ઉદય એચ.પટેલ તથા ઉપપ્રમુખપદના દાવેદાર અશોક રાણાનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કર્યું
હતુ.જેમાં સનદ નંબર ખોટો લખ્યો હોવા સહિત અન્ય ભુલોનું કારણ દર્શાવ્યું હતુ.

જેથી
ચુંટણી કમિશ્નરના નિર્ણયથી નારાજ થઈને બંને ઉમેદવારોએ તેની કાયદેસરતાને બાર
કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ અરજી કરીને પડકારી હતી.જે અંગે  બાર કાઉન્સિલની કમીટીએ વીડીયો કોન્ફરન્સ અને
પ્રત્યક્ષ બંને પક્ષોની રજુઆત સાંભળીને ચુંટણી કમિશ્નરના ફોર્મ રદ કરવાના નિર્ણયને
રદબાતલ ઠેરવ્યો હતો.બાર કાઉન્સિલે જણાવ્યું હતું કે માત્ર સનદના વર્ષમાં સ્લીપ ઓફ
પેન થવા સિવાય ફોર્મની અન્ય હકીકતો સાચી હોઈ સામાન્ય ભુલને કારણે કોઈપણ વ્યક્તિને
ઉમેદવારી નોંધાવવાથી બાકાત રાખી શકાય નહીં.બંને ઉમેદવારોના ફોર્મ રદ કરવા દરમિયાન
લેખિતમાં જાણ કરી હોય કે બચાવની તક આપ્યા વિના લીધેલા ચુંટણી કમિશ્નરે લીધેલા
ફોર્મ રદ કરવાના નિર્ણયને રદ બાતલ ઠેરવ્યો હતો.બંને ઉમેદવારોને ફોર્મ મંજુર કરીને
બેલેટ પેપરમાં તેમના નામ પ્રસિધ્ધ કરવા 
બાર કાઉન્સિલે ચુંટણી કમિશ્નરને નિર્દેશ આપ્યો છે.જેના પગલે હવે ફરી
પ્રમુખપદ માટે આઠ તથા ઉપપ્રમુખપદ માટે પાંચ ઉમેદવારો વચ્ચે અંતિમ ચુંટણી જંગ
ખેલાશે

See also  પાલિકામાં લાલ કેસનું ભૂત ફરી ધૂણ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read