HomeNewsપ્રખર એસ્ટેટના સંચાલકો કેમિકલવાળું પાણી વરસાદી ગટરમાં પણ છોડતા હતા

પ્રખર એસ્ટેટના સંચાલકો કેમિકલવાળું પાણી વરસાદી ગટરમાં પણ છોડતા હતા


  • જીપીસીબીની તપાસમાં કેમિકલયુક્ત પાણી મળી આવ્યું
  • કેમિકલયુક્ત પાણી ખાલી કરવા પાઇપ પણ રાખ્યો હતો
  • જમીનના પ્રદૂષણમાં સતત વધારો થઇ રહ્યો

સચિન જીઆઇડીસીમાં આવેલા પ્રખર એસ્ટેટના જવાબદારો ઝેરી કેમિકલયુક્ત પાણી ટ્રીટ કર્યા વિના બારોબાર છોડી દેવા માટે કુખ્યાત હોવાના કારણે સમગ્ર રાજ્યમાં આવેલા તેઓના એકાદ યુનિટ સામે તો ક્લોઝરની કાર્યવાહી કરવામાં આવતી જ હોય છે. આ ઉપરાંત જીપીસીબીએ જ્યારે કાર્યવાહી કરી ત્યારે તપાસમાં એવી પણ હકીકત મળી આવી હતી કે પ્રખર એસ્ટેટના જવાબદારો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં પણ કેમિકલયુક્ત પાણી છોડી દેવામાં આવ્યું હતું. જેથી જીપીસીબીએ તેના પણ નમૂના લીધા હતા.

પ્રખર એસ્ટેટમાં જીપીસીબી જાન્યુઆરીમાં કાર્યવાહી કરીને નમૂના લીધા હતા. તેમાં કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે ખાડો ખોદવાની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સચિન જીઆઇડીસીમાં બનાવવામાં આવેલી ગટરમાં પણ કેમિકલયુક્ત પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, કારણ કે પ્રખર એસ્ટેટના પાછળના ભાગે પસાર થતી વરસાદી પાણીની ગટરમાં કેમિકલની માત્રા મળી આવી હતી. જાન્યુઆરી માસમાં વરસાદ નહીં હોવા છતાં કંપનીની પાછળના ભાગેથી પાણી પસાર થતું હોવાના લીધે નમૂના લેવાયા હતા. તેમાં પણ બીઓડી, સીઓડી, ટીડીએસ, કલોરાઇડ, સલ્ફાઇડની માત્રા નક્કી કરેલા દર કરતાં ઘણી વધારે મળી આવી હતી. તેના પરથી જ સાબિત થાય છે કે પાછળના ભાગે કેમિકલયુક્ત પાણી બારોબાર છોડી દેવા માટે પણ પ્રખર એસ્ટેટના જવાબદારોએ કોઇ કચાશ બાકી રાખી નહોતી. આવા તત્ત્વોને કારણે જ જમીનના પ્રદૂષણમાં સતત વધારો થઇ રહ્યો છે.

See also  सूरत : रविवार को खुलेगा सरोली-ओलपाड फ्लाईओवर ब्रिज, सीएम की ओनलाईन उपस्थिति में होगा उद्घाटन | सूरत

કેમિકલયુક્ત પાણી ખાલી કરવા પાઇપ પણ રાખ્યો હતો

કેમિકલયુક્ત ઝેરી પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઇ જવાના બદલે બારોબાર ટેન્કરમાં ભરીને છોડી દેવા માટે પણ પ્રખર એસ્ટેટના જવાબદારોએ વ્યવસ્થા કરી હતી. તેના કારણે જીપીસીબીની તપાસમાં કેમિકલ ભરેલા પાણીની બાજુમાં એક પાઇપ મળી આવ્યો હતો. આ પાઇપનો વપરાશ કેમિકલ ખાલી કરવા માટે કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાયું છે, કારણ કે પાઇપની અંદર પણ કેમિકલના નમૂના મળી આવ્યા હતા. તેમજ નિયમ પ્રમાણે કેમિકલ ભરેલા ટેન્કની આસપાસ આ પ્રમાણેની વ્યવસ્થા રાખી શકાય નહીં, તેમ છતાં જવાબદારો આવા તમામ નિયમોને ઘોળીને પી ગયા હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read