HomeNewsપુત્રવધુને માર મારી ધમકી આપનાર સાસરીયાને ત્રણ માસની સખ્તકેદ

પુત્રવધુને માર મારી ધમકી આપનાર સાસરીયાને ત્રણ માસની સખ્તકેદ


સાસરીયાએ ફરિયાદી પુત્રવધુને અમાનવીય માર માર્યો હોઈ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટનો લાભ આપવાની માંગ કોર્ટે નકારી

નાનપુરામાં સસરાની પ્રોપર્ટીમાં ભાગ આપવાની તકરારમાં


સુરત

સાસરીયાએ ફરિયાદી પુત્રવધુને અમાનવીય માર માર્યો હોઈ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટનો લાભ આપવાની માંગ કોર્ટે નકારી

સસરાની
પ્રોપર્ટીમાં ભાગ આપવાના મામલે પુત્રવધુ સાથે ગાળાગાળી કરી માર મારી ઈજા પહોંચાડવાના
ગુનામાં  આરોપી સાસરીયાને આજે પ્રથમ જ્યુડીશ્યલ
મેજીસ્ટ્રેટ (ફ.ક.)અતીત એમ.મહેતાએ ઈપીકો-
323,114ના ગુનામાં દોષી ઠેરવી ત્રણ માસની સખ્તકેદ,10 હજાર દંડની સજા ફટકારી છે.

નાનપુરા
બારા હજારી મહોલ્લામાં સસરાની સહિયારી મિલકતમાં પોતાના પતિ સાથે
14 વર્ષથી રહેતા ફરિયાદી
જ્યોતિબેન વિનોદભાઈ રેતીવાલાએ તા.
8-4-17મા રોજ પોતાના આરોપી
દિયર રવિ
,કેતન નણંદ રીટાબેન તથા સાસુ કંચનબેન મોહન પટેલ
વિરુધ્ધ અઠવા પોલીસમાં ઈપીકો-
323,504,506(2) તથા 114 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદી તથા
આરોપીઓ એક જ મકાનમાં રહેતા હોઈ ફરિયાદીના ઘરમાં ઘઉંના દાણાં નાખવાના મુદ્દે
ફરિયાદી જ્યોતિબેને આરોપી રવિ મોહન રેતીવાલાને કહ્યું હતુ.જેથી ફરિયદાીને ગાળા
ગાળી કરી બુટ મારતા અન્ય આરોપીઓએ ત્યાં આવી ચડી ફરિયાદીને ગાળાગાળી કરીને માર મારી
પેટમાં તથા આંખમાં ઈજા પહોંચાડી હતી.આરોપી કેતને તું ભાડાના મકાનમાં રહેવા ચાલી જા
નહીં તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી.

See also  સુરતની સરકારી ઇજનેરી કોલેજોમાં પ્રવેશ ક્ષમતા વધારવા મુખ્યમંત્રીને રજૂઆત


કેસમાં સંડોવાયેલા આરોપીઓ વિરુધ્ધનો કેસની આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી
હતી.  સરકારપક્ષે એપીપી પી.એમ.પટેલની
રજૂઆતો બાદ  કોર્ટે આરોપી રવિ
,કેતન,રીટાબેન તથા કંચનબેન મોહનલાલ રેતીવાલાને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની
સજા ફટકારી હતી. દંડ ન ભરે તો વધુ એક માસની સાદીકેદની સજા ફટકારી છે.

કોર્ટે
જણાવ્યું હતું કે આરોપીઓએ ગુનો કર્યો તે સમયે તેમને ખબર જ હતી કે તેઓ શું કરવા જઈ
રહ્યા છે.આ ગુનો સ્ત્રી વિરુધ્ધનો ગુનો છે.આરોપી સાસરીપક્ષવાળાઓએ તેમને અમાનવીય
માર માર્યો હોઈ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ હેઠળ કોઈપણ પ્રકારનો લાભ આપવા ઈન્કાર
કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read