HomeNewsપુણા રોડ પર ખાડીમાં પડેલા બે ગલુડીયાને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યા

પુણા રોડ પર ખાડીમાં પડેલા બે ગલુડીયાને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યા


Updated: Jan 19th, 2023

– કુતરાના
બે બચ્ચા પાઇપ લાઇન ફરતા-ફરતા  ખાડીમાં
કાદવ કિચડમાં પડતા ફસાઇ ગયા હતા

સુરત, :

પુણામાં આજે ગુરુવારે બપોરે કુતરના બે બંચ્ચા ખાડીના કાદવ કિચડમાં પડતા ફસાયા હતા. જોકે
ફાયરજવાનો એક કલાક સુધી જહેમત કરીને બંચ્ચાને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.

ફાયર
બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ પુણા રોડ હરીધામ સોસાયટી પાસે ખાડી કિનારથી
અંદાજીત ૧૦ ફુટ દુર આવેલા પાણીના નિકાલ કરવા માટેથી પાઇપ લાઇનમાં કુતરા બે બંચ્ચા
પડયા હતા. બાદમાં તે બંચ્ચા પાઇપ લાઇન માંથી ખાડીમાં કાદવ કિચડમાં પડયા હોવાથી
ફસાઇ ગયા હતા. જેથી બંને બંચ્ચા જોરજોરથી ભસવા લાગ્યા હતા. જેથી નજીકથી પસાર થવા
વ્યકિતની કુતરાના બંચ્ચા પર ધ્યાન જતા ફાયર બિગ્રેડને જાણ કરી હતી. જેથી પુણા ફાયર
સ્ટેશનની ગાડી સાથે ફાયરજવાનો ધટના સ્થળે ધસી ગયા હતા. જોકે ફાયરજવાનોએ બે-ત્રણ
ડ્રમ બાંધીને પાટીયા મુકીને ખાડીમાં માર્સલ મનોજ વડોદરીયા અને અનુખ ગામીત દોરડું
બાંધીને ઉતર્યા હતા. તે સમયે ત્યાં ધણા લોકો જોવા માટે એકત્ર થઇ ગયા હતા.  ફાયરજવાના એક કલાક સુધી ભારે જહેમત ઉઠાવતા બંને
કુતરાના બંચ્ચાને રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢયા હતા. એવુ ફાયર ઓફિસ દિનુ
પટેલે કહ્યુ હતુ.

See also  Two Held For Extorting 1l From Woman | Surat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read