HomeNewsપુણામાં મોપેડ સવાર દંપતીને ટેમ્પોએ અડફટે લેતા પત્નીનું મોત

પુણામાં મોપેડ સવાર દંપતીને ટેમ્પોએ અડફટે લેતા પત્નીનું મોત


Updated: Jan 17th, 2023

પુણાગામ સરિતાવિહાર સોસાયટીમાં રહેતું કપુરીયા દંપતી સબંધીને
ત્યાં લગ્નપ્રસંગમાં જઇ રહ્યું હતું

 સુરત,:

 પુણાના કેનાલ રોડ પર સોમવારે સાંજે લગ્ન
પ્રસંગમાં જતી વખતે મોપેડને ટેમ્પાએ ટક્કર મારતા ઇજા પામેલા દંપતિ પૈકી પત્નીનું
મોત નીંપજ્યું હતું.  પતિને ઈજા થઈ હતી.

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણાગામ ખાતે સરિતા વિહાર સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષીય ભદ્રેશભાઈ
ગોવિંદભાઈ કપુરીયા અને પત્ની લીનાબેન (ઉ.વ.૫૦ ) સોમવારે સાંજે મોપેડ પર સંબંધીના લગ્ન
પ્રસંગમાં જઈ રહ્યા હતા. તે સમયે પુણા કેનાલ રોડ ખાતે આવેલ શાયોના પ્લાઝા ચાર રસ્તા
પાસે એક ટેમ્પાના ચાલકે મોપેડની ટક્કર મારતા ગમખ્વાર અકસમાત સર્જ્યો હતો. જેમાં ગંભીર
ઈજા થતા લીનાબેનનું ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું..જયારે ભદ્રેશભાઈને  ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા
છે.

See also  अहमदाबाद : प्रधानमंत्री नरेन्द्र मोदी 26 अप्रैल को अपने गुजरात दौरे पर,  सौराष्ट्र-तमिल संगम कार्यक्रम में शामिल होंगे | अहमदाबाद

લીનાબેનના
પરિચિતે જણાવ્યું હતું કે લીનાબેન મુળ ગીર સોમનાથમાં તાલાળા તાલુકામાં જશાપુરગામના
વતની હતા. તેમના પતિ હીરા દલાલીનું કામકાજ કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને બે
પુત્રી છે. આ અંગે સરથાણા પોલીસે ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી
હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read