HomeNewsપીપલોદમાં પેટ્રોલપંપ સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ

પીપલોદમાં પેટ્રોલપંપ સળગાવવાનો નિષ્ફળ પ્રયાસ


  • નૂતન વર્ષની મોડી રાત્રે કારના ચાલકે પેટ્રોલપંપ કર્મી સાથે ઝઘડો કરી માથામાં એરગન મારી દીધી
  • હિંમત દાખવી યુવકને પકડી પોલીસને સોંપી દીધો હતો
  • લોકોએ યુવકને પકડી લેતા મોટી દુર્ઘટના ટળી

નૂતન વર્ષની મોડીરાત્રે પીપલોદના પેટ્રોલપંપ પર મોટી બબાલ થઇ હતી. ડીઝલ પૂરાવવા આવેલા ઇટીઓસ કારના ચાલકે પેટ્રોલપંપ કર્મચારી સાથે ઝઘડો કર્યા બાદ માથામાં એરગન મારી દીધી હતી. ત્યારબાદ ભાન ભૂલી ડીઝલની નોઝલ હાથમાં લઇ યુવક ડીઝલ જમીન પર છાંટવા લાગ્યો હતો. યુવક પેટ્રોલપંપ સળગાવી દેવાની ફિરાકમાં જ હતો કે લોકોએ સતર્કતા કહો કે હિંમત દાખવી યુવકને પકડી પોલીસને સોંપી દીધો હતો.

મળતી વિગતો પ્રમાણે લિંબાયતમાં સંજયનગર ખાતે રહેતો સમાધાન અમૃત પાટીલ (28) પીપલોદ ખાતે સોમેશ્વર ચારરસ્તા પાસે હાર્લી ડેવીડસન શોરૂમ પાસે આવેલા ઇન્ડિયન ઓઇલ રાધે પેટ્રોલપંપ પર પર ફીલર તરીકે જોબ કરે છે. ગત નૂતન વર્ષની રાત્રિએ સવા અગિયાર વાગ્યે સમાધાન પેટ્રોલપંપ પર નોકરીએ હાજર હતો ત્યારે ઓરેન્જ કલરની ટોયોટા ઇટીઓસ ક્રોસ કાર ડીઝલ ભરાવવા આવી હતી. કારચાલકે લાઇનમાં ઘૂસી ડિઝલ પૂરાવ્યું હતુ. પેટ્રોલપંપ કર્મચારી સમાધાને લાઇનમાં ઉભા રહેવા બાબતે કારચાલક સાથે રકઝક પણ કરી હતી. ત્યારબાદ 400 રૂપિયાનું ડીઝલ પૂરાવ્યા બાદ સમાધાને કારચાલકને કાર આગળ લઇ જવાની વાત કરી હતી. ઉશ્કેરાઇને કારચાલકે કારમાંથી ઉતરી એલફેલ બોલી સમાધાનને 2-3 લાફા મારી દીધા હતા. બંને વચ્ચે ઝપાઝપી પણ થતા પેટ્રોલપંપ પર હંગામો મચી ગયો હતો. અન્ય કર્મચારીઓએ વચ્ચે પડી તેઓને છોડાવ્યા હતા અને બાદમાં પોલીસમાં કોલ કરી દેવાયો હતો. થોડા સમય બાદ કારચાલક કાર લઇ ચાલ્યો ગયો હતો. જોકે, 5-7 મિનિટ બાદ બાદ તે ફરી પેટ્રોલપંપ પર આવ્યો હતો. કારમાંથી ઉતરી એરગન કાઢી સમાધાનને માથાના ભાગે હુમલો કરી દીધો હતો. પેટ્રોલપંપના કર્મચારીએ વચ્ચે પડી એરગન કારચાલકના હાથમાંથી ઝૂંટવી લીધી હતી. આ દરમિયાન પેટ્રોલપંપ પર લોકટોણું એકત્ર થઇ ગયું હતુ. ભાન ભૂલેલા કારચાલકે બાદમાં ગુસ્સામાં આવી જઇ ડિઝલની નોઝલ હાથમાં લઇ ડિઝલ જમીન પર છાંટવા લાગ્યો હતો. ત્યારબાદ લોકટોળાંની સામે જોઇને માચિસ માંગવા લાગ્યો હતો. તે પેટ્રોલપંપ સળગાવવાની ફિરાકમાં હતો.

See also  સુરતઃ ‘ઓઈલ કંપનીના અધિકારીઓની મનમાનીના કારણે 400થી વધુ સહકારી પંપ બંધ થવાના આરે...’

લોકોએ યુવકને પકડી લેતા મોટી દુર્ઘટના ટળી

પેટ્રોલપંપના કર્મચારીઓ અને લોકોએ સમયસૂચકતા વાપરી કારચાલકને રોકવાનો પ્રયાસ કરવા સાથે સ્થળ પર પોલીસ અને ફાયર બ્રિગેડને પણ બોલાવી લીધી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી ડીઝલને સાફ કરી દીધું હતુ. વધુમાં આ પેટ્રોલપંપની બાજુમાં જ ખાનગી હોસ્પિટલ આવેલી છે. પેટ્રોલપંપને આગ લગાડાઇ હોત તો મોટી દુર્ઘટના થવાની દહેશત હતી. સદ્નસીબે લોકોના પ્રયત્નથી આગ હોનારત ટળી છે.

એન્જિનિયર યુવકની કારમાંથી વ્હીસ્કીની બોટલ મળી

ઉમરા પોલીસે સ્થળ પરથી જ કારચાલકને પકડી પાડયો હતો. તેને પોતાનું નામ દેવ કેતનભાઇ ડેર (રહે- યોગી કોમ્પલેક્સ, ચોક્સીવાડી, ન્યુ રાંદેર રોડ) હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. દેવ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. તેની કારમાંથી પોલીસને વ્હીસ્કીની અડધી બોટલ પણ મળી આવી હતી.

See also  સુરતમાં વધુ 61 પેઢી બોગસ નીકળી, રૃા2768 કરોડનું બોગસ બીલીંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read