HomeNewsપીપલોદની હોટલના ભાગીદાર સાથે મુંબઇના ભેજાબાજની ઠગાઇઃ 50 કરોડની પ્રોપર્ટી વેચી છે,...

પીપલોદની હોટલના ભાગીદાર સાથે મુંબઇના ભેજાબાજની ઠગાઇઃ 50 કરોડની પ્રોપર્ટી વેચી છે, તમારા નામે રોકાણ કરવું છે કહી રૂ. 9.80 લાખ-કાર લઇ છૂ



– ત્રણ દિવસ હોટલમાં રોકાયા બાદ કહ્યું, NRI બેંક એકાઉન્ટ છે એટલે પેમેન્ટ અટકેલા છે મારે મુંબઇ જવું પડશે કહી રફુચક્કર થઇ ગયો
– મુંબઇ પહોંચીને આંગડિયામાં પૈસા મોકલ્યા છે તેવો કોલ કર્યો પણ આંગડિયું કર્યુ જ નહોતું, પોલીસે આર્યન પટેલને મુંબઇથી ઝડપી લીધો

સુરત
પીપલોદની હોટલ ધ લાઇફમાં રોકાયેલા મુંબઇના ભેજાબાજે વેસુમાં 50 કરોડની પ્રોપર્ટી વેચી છે અને સુરતમાં રોકાણ કરવાનું છે અને મિલકત તમારા નામે ખરીદી પાવર પોતાની પાસે રાખી તમને ભાડેથી આપવાની લાલચ આપી હોટલ માલિક ભાગીદાર પાસેથી રૂ. 9.80 લાખ અને કાર મળી કુલ રૂ. 12.30 લાખ લઇ રફુચક્કર થઇ ગયાની ફરીયાદ ઉમરા પોલીસમાં નોંધાય છે.
પીપલોદની ભાગ્ય લક્ષ્મી સોસાયટીની સામે આકાશ બિઝનેશ હબમાં આવેલી હોટલ ધ લાઇફમાં ગત 1 ડિસેમ્બરે આર્યન સુરેશ પટેલ (ઉ.વ. 37 રહે. બજરંગ સૌઇવાસ, એલ.ટી.ડી મારૂતિ નગર, અશોકવન, મુંબઇ, મહારાષ્ટ્ર) એ રૂમ બુક કરાવ્યો હતો. ત્રણેક દિવસ હોટલમાં રોકાયા બાદ આર્યને હોટલના ભાગીદાર નરેશ ડાહ્યાભાઇ કલસરીયા (ઉ.વ. 37 રહે. શીવ પાર્ક સોસાયટી, ગોડાદરા) ને કહ્યું હતું કે તમારી હોટલમાં કન્ફર્ટેબલ થઇ ગયું છું અને હજી વધારે દિવસ રોકાવાનો છું કહી વિશ્વાસ કેળવ્યો હતો. ત્રણેક દિવસ બાદ પુનઃ નરેશ પાસે જઇ વાત કરી હતી કે વેસુમાં 50 કરોડની પ્રોપર્ટી વેચી છે, જેનું થોડું પેમેન્ટ બાકી છે. અહીં સારી જગ્યા જોઇને રોકાણ કરવાની ઇચ્છા છે અને કોઇ સારો બ્રોકર હોય તો જણાવજો. જેથી નરેશ નીલકંઠ ડેવલોપર્સમાં મેનેજર તરીકે નોકરી કરતા મિત્ર રેનીશ ગાબાણી સાથે મુલાકાત કરાવી કતારગામ-ડભોલી રોડની સાઇટ બતાવી હતી. જેમાં આર્યને બે દુકાન લઇ નરેશને ભાડેથી આપવાનું અને ત્રણ દુકાન નરેશના નામે લઇ તેનો પાવર પોતાની પાસે રાખશે એમ કહ્યું હતું.

See also  દિવાળીની પૂર્વસંધ્યાએ ફટાકડા, કાપડ અને મીઠાઇની દુકાનો પર ખરીદી માટે ભીડ જામી

આ દરમિયાનમાં આર્યને નરેશ પાસેથી ટુક્ડે-ટુક્ડે બેંકમાંથી રૂ. 7.61 લાખ અને રોકડા રૂ. 2.18 લાખ લીધા હતા. આ રકમની ઉઘરાણી કરતા હું આંગડીયું કરાવી દઇશ એમ કહી તેની રસીદ પણ બતાવી હતી. ત્યાર બાદ મારા બેંક એકાઉન્ટ એનઆરઆઇ હોવાથી બધા પેમેન્ટ અટકેલા છે અને મુંબઇ જઇને ક્લીયર કરાવવા પડશે. જેથી નરેશે મિત્રની કાર જીજે-5 સીઆર-5226 પણ આપી હતી. મુંબઇ પહોંચ્યા બાદ નરેશના વડોદરાના મિત્ર કેતનના નામે એચ.એમ આંગડીયામાં પૈસા મોકલાવ્યા છે તેવો કોલ પણ કર્યો હતો પરંતુ આંગડીયું કર્યુ ન હતું. આ રીતે રોકડ અને કાર મળી કુલ રૂ. 12.30 લઇ રફુચક્કર થઇ જનાર ભેજાબાજ આર્યનને પોલીસે મુંબઇ ખાતેથી ઝડપી પાડયો છે.

See also  21-month-old girl raped and murdered by father's friend in Surat | Surat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read