HomeNewsપાલિકાના આધાર નોંધણી કેન્દ્રો પર આધારકાર્ડ અપડેટ કરવાનો આરંભ

પાલિકાના આધાર નોંધણી કેન્દ્રો પર આધારકાર્ડ અપડેટ કરવાનો આરંભ


  • દસ વર્ષ જૂના આધારકાર્ડ અપડેટ કરવા ફરજિયાત
  • સરકારી સેવાનો લાભ લેવા અપડેટ થયેલા આધારકાર્ડ આવશ્યક
  • આધાર નોંધણી કેન્દ્રો મર્યાદિત હોવાથી તેની સંખ્યા વધારવા માંગણી ઊઠી

કેન્દ્ર સરકારે દસ વર્ષ જૂના આધારકાર્ડ અપડેટ કરવા તાકીદ કરી છે. સરકારી સહાય તથા સેવાનો લાભ લેવા માટે આધારકાર્ડ આવશ્યક હોવાથી પાલિકાના આધાર નાંધણી કેન્દ્રો પર આધારકાર્ડ અપડેટ કરવાની કામગીરી શરૂ થઇ છે. જોકે, આધાર નોંધણી કેન્દ્રો મર્યાદિત હોવાથી તેની સંખ્યા વધારવા માંગણી ઊઠી છે.

ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડ પહેલી પસંદ છે. સરકારી સહાય માટે આધારકાર્ડ અનિવાર્ય છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે એક આદેશ બહાર પાડી જે રહીશોએ દસ વર્ષથી વધુ સમય પહેલા આધાર નોંધણી કરાવી હોય અને ત્યારબાદના સમયગાળામાં આધારકાર્ડ અપડેટ કરાવ્યો નહી હોય તો તેવા રહીશોને સરકારી સેવાનો લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરાવવા જણાવ્યંુ છે. આધારકાર્ડ અપડેટ કરવા માટે આધાર નાંધણી કેન્દ્રો પર પચાસ રૂપિયા તથા ઓનલાઇન પોર્ટલ પર પચ્ચીસ રૂપિયા દર નક્કી કરવામાં આવ્યો છે. ઓફલાઇન પદ્ધતિથી આધારકાર્ડ અપડેટ કરવાની કામગીરી પાલિકાના આધાર નોંધણી કેન્દ્રો પર શરૂ થઇ છે. મુખ્યત્વે દરેક ઝોન કચેરીમાં આધાર નોંધણી કેન્દ્રો કાર્યરત છે. પાલિકાએ સરકારી સેવાનો લાભ લેવા માંગતા શહેરીજનોને આધારકાર્ડ અપડેટ કરાવી લેવા સૂચના આપી છે.

See also  Why You Should Link PAN With Aadhaar Before 31st March 2022

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read