HomeNewsપાલનપુર પાટીયા પર રીક્ષામાં 108ના સ્ટાફે મહિલાની પ્રસૂતિ કરાવી

પાલનપુર પાટીયા પર રીક્ષામાં 108ના સ્ટાફે મહિલાની પ્રસૂતિ કરાવી


અડાજણની
મહિલાએ  બાળકને જન્મ આપ્યા બાદ બંનેને
સારવાર માટે રાંદેર હેલ્થ સેન્ટરમાં ખસેડાયા

સુરત :

અડાજણમાં
રહેતી ગર્ભવતી મહિલાને આજે સોમવારે બપોરે પ્રસૂતિ પીડા થતા રીક્ષામાં લઇ જતા હતા.
જોકે પાલનપુર પાટીયામાં મહિલાને વધુ 
દુઃખાવો થતા ૧૦૮ના સ્ટાફે રીક્ષામાં પ્રસૂતિ કરાવતા નવજાત બાળકને જન્મ
કરાવ્યો હતો.

પ્રાપ્ત
વિગત મુજબ અડાજણમાં એસ.એમ.સી કવાર્ટસમાં રહેતી ૩૦ વર્ષીય ગર્ભવતી ચકુબેન અરવિંદ
દેવીપુજકને આજે સોમવારે બપોરે પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા સારવાર માટે તેમના પરિવારના
સભ્યો રીક્ષામાં રાંદેર ખાતે હેલ્થ સેન્ટર લઇ જતા હતા. તે વેળાએ રાંદેર રોડ
પાલનપુર પાટીયા ખાતે ગણેશ મંદિર પાસે ચકુબેને પ્રસૃતિનો વધુ પીડા શરૃ થતા બુમો
પાડતા ચાલકે રીક્ષા સાઇડમાં ઉભી રાખી હતી. આ અંગે રીક્ષા ચાલકે ૧૦૮ને જાણ કરતા
રાંદેર લોકેશની એમ્બ્યુલન્સ તરત ઘટના સ્થળે ધસી ગયા હતા.  ઇ.એમ. ટી શબ્બીર બેલીમે  મહિલાને ચેક કરતા વધુ લોહી વહી ગયું હતુ અને
નવજાત શિશુનું માંથુ દેખાતુ હતુ. જેથી 
સ્ટાફે તરત નજીક માંથી ચાદર લાવીને રીક્ષાની ફરતે રીક્ષામાં પ્રસૂતિ કરાવતા
ચકુબેને બાળકને જન્મ આપ્યો હતો. બાદમાં માતા-શિશુને રાંદેર હેલ્થ સેન્ટરમાં સારવાર
માટે લિ જવાયા હતા એમ ૧૦૮ના ઓફિસર રોશન દેસાઇએ જણાવ્યું હતું. ચકુબેનના પતિ
મજુરીકામ કરે છે.

See also  પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે છેતરપિંડીનો કિસ્સો આવ્યો સામે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read