HomeNewsપાંડેસરના સંચાખાતામાં કામદારના ભેદી મોત બાદ વળતર મુદ્દે હોબાળો

પાંડેસરના સંચાખાતામાં કામદારના ભેદી મોત બાદ વળતર મુદ્દે હોબાળો


Updated: Jan 1st, 2023

અન્ય
કામદાર સહિત પરિચિતોએ હોબાળો મચાવી પોલીસ સાથે ધક્કામુક્કી સાથે માથાકૂટ કરી :
મૃતદેહ સ્વીકાર્યો નહીં

 સુરત :

પાંડેસરામાં
જય જલારામ ઇન્ડસ્ટ્રીયલમાં વહેલી સવારે સંચાખાતામાં કામદારનું રહસ્યમય સંજોગોમાં
મોત થયુ હતુ. તેના મોત અંગે શંકા કુશંકા સેવાતા વળતરના મુદ્દે કારીગરો સહિતના લોકો
એકત્ર થઇને હોબાળો મચાવી પોલીસ સાથે ધક્કામુક્કી કરીને માથાકૂટ કરી મોડી સાંજ સુધી
મૃતદેહ સ્વીકાર્યો ન હતો.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં તૃપ્તીનગર સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષના
સુબેદાર મુખરામ પ્રજાપતિ શનિવારે રાતે પાંડેસરાની જય જલારામ ઇન્ડસ્ટ્રીયલમાં
સંચાખાતામાં કામ કરતા હતા. જોકે
,
મોડી રાતે તેની રહસ્યમય સંજોગમાં તબિયત બગડતા ખાતામાં સુઇ ગયા હતા.
બાદમાં વહેલી સવારે તે મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેના લીધે તેમના મોત અંગે
શંકા-કુશંકા સેવાઇ હતી. જેને પગલે અન્ય કારીગરો સહિત લોકોએ એકત્ર થઇને હંગામો
કર્યો હતો. આ અંગે પાંડેસરા પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને
એકત્ર થયેલા લોકોને છુટા પાડવા કે ત્યાંથી જવા માટે પોલીસ જવાનો કહેતા હતા. પણ
એકત્ર ટોળાએ પોલીસ સાથે ધક્કામુક્કી કરવા સાથે માથાકૂટ કરીને હોબાળો મચાવ્યો હતો.

See also  सूरत : 4 घंटे में उमरपाड़ा में 14 इंच बारिश, कई गांवों का संपर्क टूटा | सूरत News

બાદમાં
પોલીસે સમજાવતા મૃતદેહને નવી સિવિલ ખાતે લઇ જવાયો હતો. જયાં તેમના પોસ્ટમોર્ટમ બાદ
ડોકટરે કહ્યુ કે
, તેના શરીર પર ઇજાના કોઇ નિશાન મળ્યા નથી. તેના લીધેલા વિવિધ સેમ્પલોના
રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે. જયારે તેના વળતરના મુદ્દે તેના
સંબંધી સહિતના લોકોએ સિવિલ ખાતેથી મોડી સાંજ સુધીમાં મૃતદેહ સ્વીકાર્યો ન હોવાનું
જાણવા મળે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read