HomeNewsપરિણીતાનો પતિ સાથે ઝઘડો થયા બાદ ભુતપૂર્વ પ્રેમીએ બે કેફ ઈન્સ્ટા આઈડી...

પરિણીતાનો પતિ સાથે ઝઘડો થયા બાદ ભુતપૂર્વ પ્રેમીએ બે કેફ ઈન્સ્ટા આઈડી બનાવી તેના ફોટા અને ગંદા વિડીયો મુક્યા


Updated: Jan 20th, 2023


– ચાર દિવસ અગાઉ થયેલા ઝઘડા બાદ હાલ માતાપિતાના ઘરે રહેતી 23 વર્ષીય પરિણીતાને પાંચ વર્ષ અગાઉ દેવધ ગામના ઈન્દર પુરોહિત સાથે પ્રેમસંબંધ હતો 

– જોકે, ઈન્દરે લગ્ન કરવા ઈન્કાર કરતા તેની સાથે સંબંધ કાપી નવ મહિના અગાઉ લગ્ન કરી લીધા હતા 

સુરત,તા.20 જાન્યુઆરી 2023,શુક્વાર

પતિ સાથે ઝઘડો થયા બાદ સુરતના ગોડાદરા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી માતપિતાના ઘરે રહેતી 23 વર્ષીય પરિણીતાના ભુતપૂર્વ પ્રેમીએ બે કેફ ઈન્સ્ટા આઈડી બનાવી તેના ફોટા અને ગંદા વિડીયો મુકતા પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ગોડાદરા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી માતાપિતાના ઘરે રહેતી 23 વર્ષીય રીના ( નામ બદલ્યું છે ) ને પાંચ વર્ષ અગાઉ ઈન્દર પુરોહિત ( રહે. ફલેટ નં.401, સુડા સહકાર આવાસ, સન્ડે લગુન પાસે, દેવધ ગામ, સુરત ) સાથે પ્રેમ સંબંધ હતો.રીનાએ લગ્ન કરવા કહેતા ઈન્દરે ઈન્કાર કરતા છેવટે રીનાએ તેની સાથે સંબંધ કાપી નાંખ્યો હતો અને ગત મે 2022 માં ડિંડોલીમાં રહેતા અને ઓનલાઈન કપડાંની વેપાર કરતા યુવાન સાથે લગ્ન કર્યા હતા.પરંતુ ગત 16 મી એ પતિ સાથે ઝઘડો થતા તે પિયર આવી ગઈ હતી.તે સાંજે જ પતિએ તેને ફોન કરી કહ્યું હતું કે તેનો પ્રોફાઈલ ફોટો વાપરી કોઈકે ઈન્સ્ટાગ્રામમાં જુદીજુદી મહિલાના નામથી બે આઈડી બનાવી તેમાં તેના ફોટા અને ગંદા વિડીયો અપલોડ કર્યા છે.તે પૈકી એક આઈડી ઉપરથી તેના પતિને પણ મેસેજ કર્યો હતો.

See also  Min’s ‘empty Balcony’ Image Gets Trolled | Surat

રીનાએ બંને આઈડી ચકાસતા તે કરતૂત ઈન્દરની હોવાની જાણ થઈ હતી.આથી છેવટે ગતરોજ તેણે ઈન્દર વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read