HomeNews'પત્ની, દીકરા, વહુએ મારી લાશ પાસે આવવું નહીં'-લખી વૃદ્ધનો આપઘાત

'પત્ની, દીકરા, વહુએ મારી લાશ પાસે આવવું નહીં'-લખી વૃદ્ધનો આપઘાત


  • ઉધનાના રાજસ્થાની વૃદ્ધનો સ્યુસાઇટ નોટ લખી આપઘાત કર્યો
  • છેલ્લા ઘણા સમયથી પતિ-પત્ની વચ્ચે ચાલતો હતો કંકાશ
  • ઘર કંકાશથી કંટાળીને વૃદ્ધે આપઘાત કર્યાનો પોલીસનો દાવો

સુરતમાં વધુ એક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધએ પોતાના પરિવારથી જ ત્રાસીને આપઘાત કરી લીધો છે. તેમણે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી છે. સુસાઇડ નોટમાં ‘પત્ની, દીકરા અને વહુએ મારી લાશ પાસે આવવું નહીં’ એવુ લખી ઉધના વિસ્તારના રાજસ્થાની વૃદ્ધએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો.

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં આવેલ આશાનગરમાં રહેતા 63 વર્ષીય રામલાલ નારાયણલાલ લોહાર મજૂરી કામ કરી પેટીયું રળતા હતા. દરમિયાન મંગળવારે બપોરે રામલાલ લોહારની ઘરમાંથી ખાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

See also  બે વર્ષનો બાળક રૃપિયા પાંચનો સિક્કો ગળી ગયો, સિવિલમાં દુરબીનની મદદથી કઢાયો

બનાવની તપાસ કરતા હે.કો. સુનિલભાઈએ જણાવ્યું હતું કે, રામલાલ લોહાર અને તેમની પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલતો હતો. જેની લીધે તેઓ એક જ ઘરમાં રહેવા છતાં અલગ રસોડો બનાવી રહેતા હતા. ત્યારબાદ છેલ્લા એકાદ માસથી તેઓ આશાનગરમાં ભાડે રહેવા આવી ગયા હતા. બે દિવસ અગાઉ પત્નીએ તેમને ફોન કરી વતન જવાની વાત કરી હતી. જોકે, ત્યારબાદ તેમનો ફોન બંધ થઈ ગયો હતો. જેથી મંગળવારે બપોરે પરિવારના સભ્યોએ તેમના ઘરે આવી તપાસ કરતા ઘરમાંથી તેમની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન તેમણે લખેલી સ્યુસાઇટ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે પત્ની, દીકરા અને વહુને તેમની લાશ પાસે આવવુ નહીં, એમ લખ્યું છે. પત્ની સાથે એક માસ અગાઉ થયેલી બોલાચાલીના કારણે માઠું લાગી આવતા તેમણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે. મૃતક રામલાલ લોહારને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બનાવ અંગે તપાસ ચાલી રહી છે.

See also  નવી સોસાયટીમાં ફરજીયાત વૃક્ષારોપણ માટે નિર્ણય લેવાશેઃ મંત્રી મુકેશ પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read