HomeNewsપતિએ ઘૂંઘટમાં રહેવાનું કહેતા રાજસ્થાની પરિણીતાનો આપઘાત

પતિએ ઘૂંઘટમાં રહેવાનું કહેતા રાજસ્થાની પરિણીતાનો આપઘાત


  • ત્રણ દિવસ પહેલા જ દંપતી વરાછા વિસ્તારમાં રહેવા આવ્યા હતા
  • પરિણીતાએ નાયલોનની દોરી બાંધી ફાંસો લગાવી આપઘાત કર્યો
  • સુરતમાં સગા સંબંધી રહેતા હોવાથી પતિએ ઘુંઘટમાં રહેવા કહ્યુ હતું

ત્રણ દિવસ પહેલા જ સુરતના વરાછા વિસ્તારમાં રહેવા આવેલી રાજસ્થાની પરિણીતાએ શનિવારે સાંજે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો. સુરતમાં સમાજના સગા સંબંધી રહેતા હોવાથી પતિએ ઘૂંઘટમાં રહેવા માટે કહેતા ખોટું લાગી આવતા પત્નીએ અંતિમ પગલું ભરી દીધું પોલીસ જણાવી રહી છે.

વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મૂળ રાજસ્થાન, ભીલવાડાની વતની મમતા પ્રકાશ રાવલ (યોગી) ત્રણ દિવસ અગાઉ પતિ પ્રકાશ સાથે વરાછા સ્થિત વર્ષા સોસાયટીમાં રહેવા આવી હતી. દરમિયાન શનિવારે સાંજે મમતાની ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવને પગલે વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

See also  ભ્રષ્ટાચારનું લીકેજ: મે મહિનામાં સ્કૂલનું રીનોવેશન અને વરસાદમાં ક્લાસ પાણી જ પાણી, 2.10 કરોડ 'પાણીમાં' વહ્યા

મમતા અને પ્રકાશ મુળ રાજસ્થાનના વતની હતા

બનાવની તપાસ કરતા એ.એસ.આઇ સતિષભાઈએ જણાવ્યું હતું કે, મમતા અને પ્રકાશના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા અને ત્રણ દિવસ અગાઉ તેઓ સુરત રહેવા આવ્યાં હતા. મજૂરી કામ કરતા પ્રકાશે મમતાને સુરતમાં સમાજના સગા સંબંધી રહેતા હોવાથી ઘૂંઘટમાં રહેવા માટે કહ્યું હતું. જેને લીધે મમતાને ખોટું લાગી આવતા તેણીએ શનિવારે સાંજે ઘરમાં પંખા સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read