HomeNewsપડતર પ્રશ્ને કાળા કપડા પહેરી સરકારી ઇજનેરી કૉલેજના અધ્યાપકોના દેખાવો

પડતર પ્રશ્ને કાળા કપડા પહેરી સરકારી ઇજનેરી કૉલેજના અધ્યાપકોના દેખાવો


– ગાંધી
કૉલેજ ખાતે સૂત્રોચ્ચાર કરાયાઃ પ્રતિક ધરણાં અને ચૂંટણી સિવાયની કામગીરીનો
બહિષ્કાર ચાલુ રાખશે

         સુરત

કેરિયર
એડવાન્સ સ્ક્રીમ (સીએએ) સહિતના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આજે સરકારી
ઇજનેરી કોલેજના અધ્યાપકોએ ગાંધી એન્જીનીયરીંગ કોેલેજના અધ્યાપકોએ કાળા કપડા પહેરી
સુત્રોચ્ચાર સાથે ધરણાં કર્યા હતા.

સુરત શહેર
સહિત રાજયના સરકારી ઇજનેર કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્નોને લઇને રાજય સરકારમાં રજુઆતો
કરવા છતા કોઇ નિવેડો નહીં આવતા લડત ચલાવી રહ્યા છે. જેમાં મુખ્યત્વે આજદિન સુધી અધ્યાપકોને
ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મંજુર થયો નથી. અધ્યાપકોની બઢતીનો પ્રશ્ન પણ ઉકેલાયો નથી. આઠ
થી દસ વર્ષથી પણ વધુ સમયથી એક જ સંસ્થામાં ફરજ બજાવતા અધ્યાપકોને સ્વવિનંતીથી બદલી
પણ કરાઇ નથી. સરકારી આર્ટસ
,
કોર્મસ, સાયન્સ કોલેજના અધ્યાપકોને સેવા નિયમિત
નિમણુંક સાથે સળંગ લાભ આપી દેવાયા છે. પરંતુ સરકારી ઇજનેર કોલેજના અધ્યાપકોને મળ્યો
નથી. આ તમામ પડતર પ્રશ્નોને લઇને રાજયભરના સરકારી ઇજનેર કોલેજના અધ્યાપકોએ શરૃ કરેલી
લડતમાં આજે ગાંધી એન્જીનીયરીંગ કોલેજના અધ્યાપકો પણ જોડાયા હતા. અને કોલેજમાં જ કાળા
કપડા
, કાળી પટ્ટી પહેરીને નારાજગી વ્યકત કરવાની સાથે પ્રતિક ઉપવાસ
કરી લડત ચાલુ રાખી છે. અધ્યાપકોએ ચૂંટણી સિવાયની તમામ પ્રકારની બિન શૈક્ષણિક કામગીરીનો
બહિષ્કાર ચાલુ રાખ્યો છે. 

See also  Man Held From Odisha For Alleged Bid To Derail Train | Surat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read