HomeNewsનેશનલ હાઇવે ઓથોરીટીની સુરતમાં ઓફિસ શરૃ કરવા મુદ્દે લોલીપોપ અપાઇ રહી છે

નેશનલ હાઇવે ઓથોરીટીની સુરતમાં ઓફિસ શરૃ કરવા મુદ્દે લોલીપોપ અપાઇ રહી છે


Updated: Jan 21st, 2023


– જિલ્લા સંકલનમાં હાઇવે ઓથોરીટીસ સામે
ધારાસભ્યોનો બળાપો

– સુરતના 12 પૈકી ચાર ધારાસભ્યો જ પહેલી બેઠકમાં હાજર : નેશનલ હાઇવે
પર બની રહેલા ચાર બ્રિજ ઝડપથી પુર્ણ કરવા તાકીદ

         સુરત

વિધાનસભાની
ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે મળેલી પ્રથમ જિલ્લા સંકલનની બેઠકમાં ૧૬ માંથી ચાર જ
ધારાસભ્યો હાજર રહ્યા હોવાછતા નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓની લાલીયાવાડી અને
પૂરતો સહકાર નહીં આપતા હોવાની ફરિયાદો ઉઠી હતી. અને ધારાસભ્યોએ બડાપો કાઢયો હતો. આ
સાથે જ જીઇબી
, રેશનકાર્ડ ના પ્રશ્નો અંગે પણ ચર્ચોઓ થઇ હતી.

અઠવાલાઇન્સ
જિલ્લા સેવાસદન ખાતે આજે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે પ્રથમ ધારાસભ્યો
, સાંસદોના પ્રશ્નોના
નિરાકરણ માટે મળતી જિલ્લા સંકલનની બેઠક જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને
મળી હતી. આ બેઠકમાં ૧૬ માંથી ફકત ચાર ધારાસભ્યો સંદીપ દેસાઇ
, ઇશ્વર પરમાર, મનુ પટેલ અને પ્રવિણ ઘોઘારી જ હાજર
રહ્યા હતા. જયારે ચાર ધારાસભ્યો મંત્રી હોવાથી તેમને બાદ કરતા બાકીના આઠ ધારાસભ્યો
ગેરહાજર રહ્યા હતા.

See also  सिंगापुर : भारतीय मूल के वकील को कानूनी संस्थानों के खिलाफ आधारहीन आरोपों लगाने के लिए पांच साल के लिए किया गया निलंबित | विश्व

ચાર
ધારાસભ્યો સાથે થયેલી ચર્ચાઓમાં મુખ્ય મુદ્રો હાઇવે ઓથોરીટીના પ્રશ્નોનો ઉઠાવાયો
હતો. જેમાં મુખ્ય મુદ્વા ભરૃચથી સુરત ઓફિસ ખસેડવા માટેનો હતો. નેશનલ હાઇવે ઓથોરીટી
દ્વારા સુરતમાં ઓફિસ શરૃ કરવા માટે મંજુરી આપી દેવાઇ હતી. પરંતુ છેલ્લા છ મહિનાથી
લોલીપોપ જ આપવામાં આવે છે. અને ઓફિસ આવે તેવી શકયતાઓ ઓછી થઇ જતા આજે મળેલી બેઠકમાં
ધારાસભ્યો નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ પર રીતસર વરસી પડયા હતા. આ સિવાય ગુજરાત
હાઉસીંગ બોર્ડ
, પાલિકા, બારડોલી, માર્ગ અને
મકાન વિભાગના તેમજ આભવાના પુલનો પ્રશ્ન પણ ઉઠાવાયો હતો. અને આ પ્રશ્નનું નિરાકરણ
લાવવા માટે હાઇવે સહિત તમામ અધિકારીઓને જિલ્લા કલેકટરે સુચના આપી હતી.

દરમિયાન
મગદલ્લા ચોકડીથી સચીન સુધીના હાઇવે પરના ચાર ગામોમાં રૃા.૮૨ કરોડના ખર્ચે ચાર
ઓવરબ્રિજ બની રહ્યા છે. આ બ્રિજ જેટલા ઝડપથી બનશે તેટલી ટ્રાફિકની સમસ્યા હળવી
થશે. આથી આજે સર્કિટ હાઉસ ખાતે ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઇએ વન વિભાગ
, પાણી પુરવઠા, જીઇબી, નેશનલ હાઇવેના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
અને તમામ બ્રિજોમાં જો કોઇ મુશ્કેલી પડતી હોય તો હાજર તમામ અધિકારીઓને ઝડપથી નિકાલ
કરીને બ્રિજ શરૃ કરવા જણાવ્યુ હતુ. 

See also  देहरादून : ऋषभ पंत को आईसीयू से प्राईवेट स्यूट में शिफ्ट किया गया

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read