HomeNewsનાસીકથી સુરત ટ્રકમાં ગાંજાની હેરાફેરી, ડ્રાઇવર-ક્લીનર પકડાયા

નાસીકથી સુરત ટ્રકમાં ગાંજાની હેરાફેરી, ડ્રાઇવર-ક્લીનર પકડાયા


  • કુંભારિયાથી ટ્રક ઝડપાઇ, 53 હજારનો 5.300 કિલો ગાંજો ઝડપાયો
  • ટ્રક સહિત કુલ 12.26 લાખની મત્તા કબ્જે, બે આરોપી વોન્ટેડ
  • આ મહિનામાં ત્રીજી વખત મહારાષ્ટ્રથી ગુજરાતમાં લવાતો ગાંજો પકડાયો

નાસિકના માલેગાવથી સુરતમાં ટ્રકમાં ગાંજાની હેરાફેરીનું નેટવર્ક ક્રાઇમ બ્રાંચે પકડી પાડયું હતુ. પોલીસે ટ્રકમાંથી 53 હજારની કિંમતનો 5.300 કિલો ગાંજો કબ્જે લઇ કુલ 12.26 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે ટ્રકના ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

બાતમીના આધારે ટ્રક ચાલકને દબોચ્યો

મળતી વિગતો પ્રમાણે ક્રાઇમ બ્રાંચની ટીમ ગત 29મીની રાત્રિએ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, કુંભારિયા ગામ, પાદર ફળિયા ખાતે સહયોગ ટ્રાન્સપોર્ટના ગેટની બહાર ખાડી કિનારે એક મહારાષ્ટ્ર પાસિંગની ટાટા કંપનીની ટ્રક પાર્ક કરેલી છે. અને આ ટ્રકની ડ્રાઈવર કેબિનમાં પ્રતિબંધિત ગાંજાનો જથ્થો છૂપાવાયો હતો. જે માહિતીને આધારે પોલીસે અહીં દરોડા પાડયા હતા. જ્યાં ટ્રકમાં સવાર ડ્રાઈવર સદ્દામ શફીક શેખ (ઉ.વ.30, રહે. ગુલશેર નગર, માલેગાંવ, નાસિક) અને ક્લીનર નાસીર હુસેન ઇકબાલ અહમદ અન્સારી (ઉ.વ.27, રહે. નયા આઝાદનગર, માલેગાંવ, નાસિક)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ ટ્રકમાં ડ્રાઇવર કેબિનમાં તલાશી લેતા વિમલ ગુટખાનો થેલો મળી આવ્યો હતો. જે થેલામાંથી સેલોટેપ વિંટાળેલા 3 પેકેટો મળી આવ્યા હતા. ત્રણેય પેકેટ ખોલીને જોતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો.

See also  સુરતમાં ક્રિકેટ રમતી વખતે ફરી એક યુવકનું મોત, આહિર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું

FSLની ટીમે ગાંજાની પુષ્ટિ કરી

એફએસએલની ટીમે પણ માદક પદાર્થ ગાંજા અંગે પુષ્ટિ આપી હતી. ક્રાઇમ બ્રાંચે 53 હજારની કિંમતનો 5 કિલો 303 ગ્રામ ગાંજો કબ્જે લીધો હતો. સાથોસાથ 10 લાખની ટ્રક, 2 મોબાઇલ, રોકડા રૂપિયા 1.53 લાખ વિગેરે મળી કુલ રૂપિયા 12.16 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. પોલીસે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને ગાંજા અંગે પૂછતા તેઓએ માલેગાવ ખાતે રહેતા ગફાર શેખે સુરતના ગફારને ગાંજો પહોંચાડવા આપ્યો હોવાનું રટણ કર્યુ હતુ. ક્રાઇમ બ્રાંચે સારોલી પોલીસમાં એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધાવી માલેગાવના ગફાર અને સુરતના લિંબાયતના ગફારને વોન્ટેડ જાહેર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read