HomeNewsનાનીવેડ ગામમાં રહેતા પટેલ સમાજના અગ્રણીએ બે સંતાનની માતાનું પાંચ વર્ષ સુધી...

નાનીવેડ ગામમાં રહેતા પટેલ સમાજના અગ્રણીએ બે સંતાનની માતાનું પાંચ વર્ષ સુધી યૌન શોષણ કરતા પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી



– પરિણીતાના પિતાના અવસાન બાદ અગ્રણી ઘરનો સમગ્ર વહીવટ સંભાળતા હતા 

– પુત્રની સ્કુલની ફી ભરવા પરિણીતા દુકાનના ભાડાના પૈસા લેવા ગઈ તો શરીર સંબંધ બાંધે તો જ પૈસા મળશે કહી દુષ્કર્મ આચરી બિભત્સ વિડીયો બનાવી બ્લેકમેઈલ કરવા માંડી 

સુરત,તા.21 ઓક્ટોબર 2022,શુક્રવાર 

સુરતના નાનીવેડ ગામમાં રહેતા પટેલ સમાજના અગ્રણીએ બે સંતાનની માતાનું પાંચ વર્ષ સુધી યૌન શોષણ કરતા પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.પરિણીતાએ સાજી થયા બાદ ગતરોજ અગ્રણી વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને રસોઈકામ કરતા યુવાનની 36 વર્ષની પત્ની શોભના ( નામ બદલ્યું છે ) વર્ષ 1997 માં જયારે 12 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થતા તેમના પરિવારનો સમગ્ર વહીવટ  નાનીવેડ ગામ ઉપલું ફળિયુંમાં રહેતા સમાજના અગ્રણી શાંતીલાલ ઉર્ફે શાંતુલાલા દુર્લભભાઇ પટેલે પોતાની પાસે લઈ લીધો હતો.વર્ષ 2003 માં લગ્ન કરનાર અને હાલ 18 વર્ષની પુત્રી અને 14 વર્ષના પુત્રની માતા શોભનાના પતિ અને શોભનાના ભાઈએ વર્ષ 2013 માં પોતાની મિલ્કતમાં બે દુકાન બનાવી ભાડે આપી હતી.જોકે, તેના ભાડાનો વહીવટ શાંતીલાલ ઉર્ફે શાંતુલાલા દુર્લભભાઇ પટેલ જ રાખતા હતા.વર્ષ 2015 માં ભાઈને અકસ્માતમાં ગુમાવનાર શોભનાને જૂન 2017 માં પુત્રની સ્કુલની ફી ભરવા પૈસા જોઈતા હોય તે શાંતીલાલ ઉર્ફે શાંતુલાલા પટેલ પાસે ગઈ ત્યારે તેમણે તેની સાથે અડપલાં કરી બાદમાં શરીર સંબંધ બાંધે તો જ પૈસા મળશે કહી દુષ્કર્મ આચર્યું હતું.

See also  विशेष खबर: आंध्र प्रदेश की चुनावी बयार में गुजरात के झींगा उत्पादक किसानों की उम्मीदों पर पानी | गुजरात, कारोबार, प्रादेशिक

ત્યાર બાદ અવારનવાર જુદાજુદા બહાને બોલાવી દુષ્કર્મ આચર્યા બાદ મોબાઈલમાં બિભત્સ વિડીયો બનાવી શાંતીલાલ ઉર્ફે શાંતુલાલા પટેલે પાંચ વર્ષ સુધી યૌન શોષણ કર્યું હતું.થોડા દિવસો અગાઉ શોભનાએ પતિને વાત કરતા તેમણે શાંતીલાલ ઉર્ફે શાંતુલાલા પટેલને વાત કરતા તેમણે સમાધાન માટે દબાણ કર્યું હતું.તેથી ગત 2 ઓક્ટોબરે શોભનાએ ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.સારવાર માટે દાખલ શોભનાને હોસ્પિટલમાંથી રજા મળતા તેણે ગતરોજ આ અંગે સિંગણપોર પોલીસ મથકમાં શાંતીલાલ ઉર્ફે શાંતુલાલા પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ સિંગણપોર પોલીસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read