HomeNewsનાના અને મોટા વિવર્સની હાલત સરખી, સપ્તાહમાં બે રજાનો લાભ મળ્યો નહિ

નાના અને મોટા વિવર્સની હાલત સરખી, સપ્તાહમાં બે રજાનો લાભ મળ્યો નહિ


ગ્રેના સ્ટોક હજુ કારખાનાઓમાં પડયો છે

Updated: Jan 11th, 2023

સુરત

બહારગામની
ખરીદી નીકળતાની સાથે કાપડ બજારમાં ચહલપહલ વધશે
, એવી આશામાં
વિવર્સ  સમય કાઢી રહ્યાં છે. હાલમાં નાના
મોટા વિવર્સની હાલત એકસરખી થઈ ગઈ છે. અઠવાડિયામાં બે રજા પાડવામાં આવી રહી છે
,
છતાં કામકાજમાં સુધારો નથી.

નાયલોન
ગ્રે
, રેપિયર
ગ્રે ઉત્પાદકો બબ્બે રજા રાખી રહ્યા છે પણ સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે

નાયલોન
ગ્રે ઉત્પાદકો શનિ- રવિની રજા અમલ કરી રહ્યાં છે. તેવી જ રીતે રેપિયર ગ્રે
ઉત્પાદકો પણ બબ્બે રજા રાખી રહ્યાં છે. જેમજેમ દિવસો નીકળી રહ્યાં છે
, તેમતેમ સમસ્યા વધુ
મુશ્કેલભરી બની રહ્યાં હોવાનો અનુભવ વિવર્સ કરી રહ્યાં છે. દરેકને આ ઘેરી
મંદીમાંથી બહાર નીકળવું છે.

See also  વડોદના મુન લાઇટ સિનેમા વિસ્તારની ઘટના: નલ્લી-ભુંગળું આપવાની લાલચ આપી 3 વર્ષની બાળાને રૂમમાં લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ

કારખાનેદારોની
હાલત એટલી બધી ખરાબ છે કે દરેક પાસે
15 દિવસથી લઈને 2 મહિના સુધીનો ગ્રેનો સ્ટોક એકમોમાં
પડયો છે. જોલવાના એક વિવરે જણાવ્યું કે
, કારખાનેદારો ક્ષમતા
પ્રમાણે ગ્રેનો સ્ટોક કરી રહ્યાં છે. છેલ્લા એક-બે દિવસથી પૂછપરછો નીકળી છે અને
થોડો થોડો માલ પણ રવાના થઈ રહ્યો છે.

અગાઉ 15મી ડિસેમ્બરથી
કામકાજમાં ગતિ આવશે એવી એક ધારણા હતી
, પરંતુ એવું કશું થયું
નહીં. જાન્યુઆરીના પ્રથમ વીકથી ખરીદી નીકળશે એવું પણ કશું થયું નહીં અને હવે
ઉત્તરાયણ પછી કામકાજની આશા સૌ કોઈ રાખી રહ્યાં છે. પોંગલની ખરીદીનો લાભ કાપડના
વેપારીઓને મળી શક્યો નહીં અને હવે દારોમદાર લગ્નસરાની સીઝન ઉપર છે.

 

See also  સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પીવાનું પાણી પીળુ આવતું હોવાની ફરિયાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read