HomeNewsનવા વર્ષના દિવસે પિતાને પુત્રીને મળવા માટે કોર્ટની મંજુરી

નવા વર્ષના દિવસે પિતાને પુત્રીને મળવા માટે કોર્ટની મંજુરી


  • દંપતિના ઝઘડામાં બાળકો હેરાન થાય છે
  • ત્રણ વર્ષના લગ્ન જીવનમાં એક પુત્રી થઈ
  • દિવાળીની તહેવારમાં પિતા પુત્રીને મળશે

પારિવારિક ઝઘડામાં બાળકો પિસાતા હોવાની વાત નવી નથી. પરંતુ આ બધાની વચ્ચે સુરતના એક પિતાને નવા વર્ષના દિવસે તેમની ત્રણ વર્ષની દિકરીને મળવાની તક મળશે. આ માટે કોર્ટે મંજુરી આપતા કોર્ટ પરિસરમાં લાગણી સભર દ્રષ્યો સર્જાયા હતા. કેસમાં સુરતના પાર્લે પોઈન્ટ ખાતે રહેતા રાહુલના સીમા (નામ બદલ્યા છે) સાથે લગ્ન થયા હતા. ત્રણ વર્ષના લગ્ન જીવન દરમિયાન તેમના પરિવારમાં એક પુત્રી જન્મી હતી. પરંતુ થોડા સમયમાં ખટરાગ શરૂ થતાં સીમા પુત્રી સાથે પિયર રહેવા માટે ચાલી ગયા હતા. આ દરમિયાન કોરોના કાળના બે વર્ષ બાદ આ વખતે સમગ્ર દેશ અને દુનિયામાં દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે રાહુલે પણ પુત્રીને મળવા માટે કોર્ટમાં અપીલ કરી હતી. જે કેસમાં બંને પક્ષકારોના વકીલના પણ હકારાત્મક વલણને પગલે કોર્ટે પિતાને પુત્રીને મળવા દેવાની મંજુરી આપી હતી.

See also  बेंगलुरु : बेटे ने अपने पिता की हत्या करने के लिए कॉन्ट्रैक्ट किलर्स को 1 करोड़ रुपये का भुगतान किया | प्रादेशिक

ઘોળકિયા ગાર્ડનમાં એક કલાક મુલાકાત થશે

કોર્ટના આદેશમાં પિતા રાહુલને આગામી તા. 26મીના રોજ એક કલાક માટે કતારગામ ખાતે ઘોળકિયા ગાર્ડનમાં બપોરે ત્રણથી ચાર વાગ્યા સુધી એક કલાક મળવાની છૂટ આપી છે. જે દરમિયાન બંને પક્ષના પરિવારના સભ્યો પણ હાજર રહી શકશે. જયાં બાળકીનું હિત જોવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read