HomeNewsનવતર પ્રયોગ સુરત પોલીસ માટે કારગત: પોલીસના સજેશન બોક્સથી લોકોનો સંકોચ દુર...

નવતર પ્રયોગ સુરત પોલીસ માટે કારગત: પોલીસના સજેશન બોક્સથી લોકોનો સંકોચ દુર થયો, ફરિયાદો-સૂચનો મળતા થયા


– પોલીસને રૂબરૂ મળવામાં સંકોચ અનુભવતા કે આબરૂ જવાના ડરે પોલીસ મથકે નહીં પહોંચતા લોકો ચિઠ્ઠી લખતા થયા
– દિકરીઓ-મહિલાઓની છેડતી, ટ્રાફિકના પ્રશ્નો કે પોલીસ વિભાગની કામગીરી હજી બહેતર બની શકે તે માટે પણ સુરતીઓ સૂચન કરી રહ્યા છે

સુરત
ગુનાખોરી અટકાવવા માટે લોકોનો અભિપ્રાય જાણવા માટે જાહેર સ્થળો પર મુકવામાં આવેલા સજેશન બોક્સનો સુરત પોલીસનો નવતર પ્રયોગ પોલીસ માટે કારગત નીવડી રહ્યો છે. જેમાં પોલીસને અત્યાર સુધીમાં વૃધ્ધ કાપડ દલાલને હનીટ્રેપમાં ફસાવવાથી લઇને બાઇકર્સના ન્યુસન્સ દૂર કરવા સહિતની ગુનાખોરીમાં પોલીસને સફળતા મળી છે.

પોલીસ અને પ્રજા વચ્ચેનો સંવાદ વધુને વધુ મજબુત બને અને શહેરીજનો કોઇ પણ ડર વિના પોતાની રજૂઆત પોલીસ સુધી પહોંચાડી શકે તે હેતુથી સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સજેશન બોક્સનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. લોકોની રજૂઆતની સાથે ગુનાખોરી અટકાવવા લોકોનો અભિપ્રાય જાણવા બગીચા, વોક-વે સહિતના જાહેર સ્થળો પર સજેશન બોક્સ મુકવામાં આવ્યા છે. સજેશન બોક્સમાં શહેરીજનો પોતાની રજૂઆતો, ફરીયાદો, મંતવ્યો મુકી શકે છે અને જે તે પોલીસ સ્ટેશનના પીઆઇ તેમના ઉપરી એસીપી અને ડીસીપી પોતાની વિઝીટ દરમિયાન સજેશન બોક્સ ખોલી તેમાંથી નીકળેલી રજૂઆત, સૂચનો અને ફરીયાદને ગંભીરતાથી લઇ તાત્કાલિક નિવારણ કરવામાં આવે છે. હાલમાં સુરત પોલીસ દ્વારા મોર્નીંગ વોક અને પરેડ ઉપરાંત સાઇકલીંગ થકી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. તેમ છતા હજી પણ એવા કેટલાક શહેરીજનો છે જે પોલીસથી રૂબરૂ થવા માટે સંકોચ કે તાળી અનુભવી રહ્યા છે. આ અંગે સુરત પોલીસ કમિશ્નર અજયકુમારે તોમરે જણાવ્યું હતું કે સજેશન બોક્સમાંથી દીકરીઓ કે મહિલાઓની છેડતી, ટ્રાફિકનાં પ્રશ્નો કે પોલીસ વિભાગની કામગીરી હજી વધારે બહેતર બની શકે એ માટેનાં સૂચનો મળી રહ્યા છે અને એ અંગે કાયદાની જોગવાઇ પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

See also  स्टेट मॉनिटरिंग सेल का छापा, रांदेर की होटल से हाई प्रोफाइल जुआ नेटवर्क का भंडाफोड़

ચિઠ્ઠીમાં વેદના ઠાલવી, પી.આઇ સાહેબ મારી સાથે ખોટું થઇ રહ્યું છે…ઘોડદોડ રોડના જોગર્સ પાર્ક ઉપર મુકવામાં આવેલું સજેશન બોક્સ ખોલતા તેમાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં લખ્યું હતું કે પી.આઇ સાહેબ મારી સાથે ખોટું થઇ રહેલ છે, મને કપડાના ધંધાના કામથી બોલાવી એક મહિલા ઘરમાં હતી અને પાછળથી એક પોલીસવાળા જમાદાર અને બીજા બે માણસો આવી મને ધમકાવી, લાફો મારી પૈસાની માંગણી કરી છે. મને ઇજ્જતની બીક છે અને મને મદદ કરો અને નીચે મોબાઇલ નંબર લખ્યો હતો. ઉમરા પોલીસે નંબર પર સંર્પક કરી કાપડ દલાલની ફરીયાદ નોંધી હનીટ્રેપમાં ફસાવનાર વિવાદાસ્પદ હેડ કોન્સ્ટેબલ જયેશ લાઘુ આહીર સહિતની ટોળકીને ઝડપી પાડી હતી.

See also  મજુરા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકો પર 11 પહેલા મતદારોની લાંબી લાઈનો લાગી

ચિઠ્ઠી મળી બાઇકર્સનો આતંક ઓછો કરો..અને પોલીસે 11 બાઇકર્સ પકડયાઉધના-મગદલ્લા રોડ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નજીક મુકવામાં આવેલા સજેશન બોક્સમાંથી એક ચિઠ્ઠી નીકળી હતી. જેમાં લખ્યું હતું કે વી.આર. મોલ, વેસુ અને પીપલોદ વિસ્તારમાં સ્પોર્ટસ બાઇકની રેસ લગાવતા યુવાનોનું ન્યુસન્સ છે. જેનાથી મુકત કરાવવા જણાવ્યુ હતું. જેથી પોલીસે તાત્કાલિક રાહે કાર્યવાહી કરી રેસ લગાવી ન્યુસન્સ કરનાર 11 બાઇકર્સને પકડીને કાયદાના સકંજામાં લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read