HomeNewsદિલ્હીના યુવાનોને બરબાદ કરવા માટે દારૂની સ્કીમ: ગણપત વસાવા

દિલ્હીના યુવાનોને બરબાદ કરવા માટે દારૂની સ્કીમ: ગણપત વસાવા


  • સુરતમાં પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાનું નિવેદન
  •  ‘દિલ્હીમાં જાતે અભ્યાસ કરવા માટે ગયો છું’
  • ‘તમામ જૂઠાણાં ચલાવવાનું કામ દિલ્હીના ઠગ કરે છે’

પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા સુરતમાં માંગરોળના ઝંખવાવ ખાતે ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રામાં હાજર રહ્યા હતા. વસાવાએ તેમના પ્રવચનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. કહ્યું કે, દિલ્હીની સરકાર સ્કુલોની વાત કરે છે પણ હું જાતે દિલ્હીમાં અભ્યાસ કરવા માટે ગયો છું ત્યાં કેવી શાળાઓ છે મને ખબર છે. તમામ જૂઠાણાં ચલાવવાનું કામ દિલ્હીના ઠગ લોકો કરી રહ્યા છે. દિલ્હીના ઠગોની એક જ વાત સાચી છે કે તેઓ યુવાનોને બરબાદ કરવા માટે દારૂની સ્કીમ લાવ્યા છે. એક દારૂની બોટલ ખરીદો તો બીજી દારૂની બોટલ મફત આપવાની સ્કીમ માત્ર દિલ્હીના ઠગોની સાચી છે.

See also  अहमदाबाद : केंद्रीय गृह मंत्री अमित शाह अहमदाबाद आएंगे, परिवार और कार्यकर्ताओं के साथ उत्तरायण मनाएंगे

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read