HomeNewsદારુ પીધા બાદ ડિંડોલીના યુવકના મૃત્યુની વાતથી પોલીસ દોડતી થઈ

દારુ પીધા બાદ ડિંડોલીના યુવકના મૃત્યુની વાતથી પોલીસ દોડતી થઈ


  • ડિંડોલી માર્કેટ પાસે બેભાન અવસ્થામાં મળ્યો યુવક
  • જરૂરી સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા
  • યુવકને લઈને અફવાઓનું બજાર ગરમ થતાં ચકચાર

બુધવારે બપોરે ડિંડોલી શાકભાજી માર્કેટ પાસેથી બેભાન અવસ્થામાં મળી આવેલા સ્થાનિક યુવકને સિવિલમાં મૃત ઘોષિત કરાયો હતો. દારુ પીધા બાદ આ યુવકનું મોત થયાની વાતથી ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ યુવકના મૃત્યુને લઈ સોશિયલ મિડીયામાં મેસેજ વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ વિક્કી દિલીપભાઈ આગડે (ઉં.વ.30)નામનો યુવક બુધવારે બપોરે ડિંડોલી શાકભાજી માર્કેટ પાસેથી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. શાકભાજી માર્કેટ પાસે રહેતા વિક્કી માટે 108ને કોલ કરાતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. જોકે, તબીબી સારવાર મળે તે પહેલા તેનું મોત થઈ ચૂક્યું હતું. તેની તપાસ કરનારા ડોક્ટર સાથેની વાતચીત દરમિયાન પરિજનોએ વિક્કીને દારુની કુટેવ હોવાનું અને બુધવારે સવારે પણ તેણે દારુ પીધો હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ દારુ પીવાથી વિક્કીનું મોત થયાની વાતે ડિંડોલી પોલીસ સિવિલમાં દોડી આવી હતી. બીજી બાજુ વિક્કીના મૃત્યુને લઈ સોસિયલ મિડીયામાં મેસેજ પણ વાઈરલ થઈ ગયો હતો.

See also  સુરતની 16 બેઠકોમાં 17.92 લાખ મતદારો મતદાનથી અળગા રહ્યા

પીએમ કરનારા ડો. તેજશ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ દરમિયાન આ યુવકનું મોત લિવર ફેઈલ થવાને લીધે થયું હોવાનું લાગી રહ્યું છે. જોકે, હિસ્થો-પેથો તેમજ બ્લડ સેમ્પલ લઈ પેથોલોજી અને ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યાં છે. જેનો રિપોર્ટ આવ્યાં બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ મામલે ડિંડોલી પીઆઈ આર. જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, બીમાર રહેતા આ યુવકને પખવાડિયા અગાઉ પણ 108માં સિવિલમાં ખસેડાયો હતો. ત્યારબાદ બુધવારે બીજી વખત તેને 108માં સિવિલમાં લઈ જવાયો હતો. પીએમ કરનારા ડોક્ટરે પ્રાથમિક તપાસમાં મોતનું કારણ લિવર ડેમેજ થયું હોવાનું જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read