HomeNewsદક્ષિણ ગુજરાતના 700 ગામના 10 હજારથી વધુ ખેડૂતોને રૃ.100 કરોડની રાહત મળશે

દક્ષિણ ગુજરાતના 700 ગામના 10 હજારથી વધુ ખેડૂતોને રૃ.100 કરોડની રાહત મળશે



– ચોમાસાની ઋતુ દરમિયાન
ખેતીપાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે
630 કરોડનું રાહત પેકેજ જાહેર
કરતા ખેડૂતોને લાભ મળશે

       સુરત

ચોમાસાની
ઋતુ દરમિયાન ખેતીપાકને થયેલા નુકસાનને લઇને રાજય સરકારે  ૬૩૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. આ
પેકેજના કારણે દક્ષિણ ગુજરાતના ૭૦૦ થી વધુ ગામોના ૧૦  હજારથી વધુ ખેડૂતોને પાકમાં થયેલા નુકસાન અંગે
ફાયદો થશે. જેમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને અંદાજે ૧૦૦ કરોડની રાહત મળશે.

આ વર્ષે
ચોમાસા દરમિયાન ખેતરોમાં ઉભા પાકને ભારે વરસાદ પડવાના કારણેે કે પછી ખેતરોમાં પાણી
ભરાવાના કારણે નુકસાન થયુ હતુ. આ નુકસાનાના કારણે રાજય સરકાર દ્વારા ખેતીવાડી
અધિકારી પાસે સર્વે કરાવીને રિપોર્ટ તૈયાર કરાવાયો હતો. આ રિપોર્ટ બાદ હાલમાં
સરકાર દ્વારા ખેડૂતો માટે રૃ.૬૩૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું છે. આ અંગે ખેડૂત
અગ્રણી જયેશ પટેલ (દેલાડ) જણાવે છે કે
,
આ પેકેજના કારણે સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડ અને
ડાંગ જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે. જેમાં સુરત જિલ્લામાં ખાસ કરીને કેળાની ખેતી
કરતા ખેડૂતોને ફાયદો થશે. સરકારે એક હેકટર દીઠ કેળાના પાકમાં નુકસાન અંગે ૩૦ હજાર
રૃપિયા ચૂકવવાનું નક્કી કર્યુ છે. આ પેકેજ જોતા હાલ દક્ષિણ ગુજરાતના ૭૦૦ જેટલા
ગામોના ૧૦ હજારથી વધુ ખેડૂતોને ફાયદો થશે. એક અંદાજ મુજબ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને
આ રાહત પેેકેજમાંથી ૧૦૦ કરોડ મળશે. જેથી ખેડૂતોને જે નુકસાન થયુ છે
, તેની ભરપાઇ થશે.

See also  મોઢવાણિક સમાજની માનહાનિના કેસમાં આરોપી રાહુલ ગાંધીને બે વર્ષની કેદ


ભાડુતના ખેડૂતોએ સોલાર પ્લાન્ટ થકી મોટી રકમ
બચાવી

ઓલપાડના
ભાડુત ગામના ૪૦૦ ખેડૂતો વર્ષે દહાડે કરોડો રૃપિયાના ખર્ચામાંથી બચ્યા છે. આ ગામમાં
સુરત જિલ્લા પંચાયત અને અદાણી ફાઉન્ડેશન દ્વારા ત્રણ તળાવો પર સોલાર પ્લાન્ટ નાંખીને
ડિઝલ પંપના બદલે ઇલેક્ટ્રીક મોટરથી ખેતીપાકને પાણીનું સિંચન કરવાનું શરૃ કર્યુ છે.
આ પહેલા ડિઝલના કારણે મહિને રૃ.૯.૧૩ લાખ અને વર્ષે દહાડે ૧.૧૦ કરોડનો ડિઝલનો વપરાશ
થતો હતો. પરંતુ અદાણી ફાઉન્ડેશન દ્વારા તળાવો પર પાંચ એચપીના ઇલેકટ્રીક પંદર પંપની
સુવિધા કરી આપવામાં આવતા આજે ગામના ૪૦૦ ખેડૂતો ફકત ઇલેક્ટ્રીક મોટરની એક સ્વીચ દબાવીને
ખેતરોમાં પાણીનુ સિંચન કરીને વર્ષે દહાડે કરોડો રૃપિયા બચાવ્યા છે. આમ આ ગામમાં ૬૮૮
વીંધા જમીનમાં  સિંચન માટે ડિઝલનો ખર્ચો શૂન્ય
આવે છે. જોકે
, વર્ષે દહાડે ૯.૫૦ લાખ જેટલુ મેઇન્ટેશન આવે છે.

See also  क्रिकेट : तीसरे एकदिवसीय में भारत ने न्यूजीलैंड को 90 रनों से हराते हुए किया क्लीन स्वीप, रैंकिंग में नंबर एक पर पहुंची टीम इंडिया

લાભ પાંચમથી સહકારી મંડળીઓમાં ડાંગરની ગુણોની
આવક શરૃ થઇ


વર્ષે સુરત જિલ્લામાં ડાંગરના મબલખ ઉતારો આવે તેવી ખેડૂતોને આશા છે અને તેની શરૃઆત
થઇ લાભ પાંચમથી. પ્રથમ દિવસે જ જહાંગીરપુરા સ્થિત પુરુષોતમ જીનીગ મીલમાં ૧ લાખ
ડાંગરની ગુણો આવી છે. આ સિવાય પાલ કોટન મંડળી સહિતની તમામ મંડળીઓમાં ડાંગરની આવક
શરૃ થતા જહાંગીરપુરા જીનની બહાર ટ્રેકટરોની લાબી લાઇનો જોવા મળી રહી છે. આમ આ વખતે
જગતનો તાત ડાંગરના પાકથી ખુશ છે. આ વખતે અંદાજે સુરતમાંથી ૧૦ લાખથી વધુ ડાંગરની
ગુણોની આવક થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read