HomeNewsતુલસી, પિસ્તા, કેસર મિશ્રિત મીઠાઈની દેશ વિદેશમાં ડિમાન્ડ

તુલસી, પિસ્તા, કેસર મિશ્રિત મીઠાઈની દેશ વિદેશમાં ડિમાન્ડ


સુરત,તા.20 ઓક્ટોબર 2022,ગુરૂવાર

દિવાળી પર્વ પર બજારમાં અલગ અલગ મીઠાઈની બોલબાલા જોવા મળતી હોય છે ત્યારે શહેરમાં હાલ પ્રખ્યાત મીઠાઈ વિક્રેતાની તુલસી, પિસ્તા, કેસર મિશ્રિત મીઠાઈની ડિમાન્ડ જોવા મળી રહી છે. રૂ.૯૦૦૦ પ્રતિ કિલોગ્રામે મળતી આ ગોલ્ડન સ્વીટ વિદેશમાં પણ મોકલવામાં આવી રહી છે.

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનમાં આ ગોલ્ડન મીઠાઈ દેશવિદેશમાં વેચાઈ રહી છે. ગોલ્ડન સ્વીટ માટે ખાસ પેકેજીંગ પણ કરવામાં આવ્યું છે જે મીઠાઈ ખાનાર વ્યક્તિને રોયલ હોવાનો અનુભવ કરાવે છે. આ મીઠાઈમાં સોનાની વરખનો પણ સમાવેશ છે. જે લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

મેનેજર પ્રદીપભાઈએ કહ્યું કે, આ ગોલ્ડન મીઠાઈ સૌથી મોંઘા ડ્રાયફ્રુટથી બનાવવામાં આવે છે. તેમાં હાઈ ક્વોલિટી કાજુ, જમ્મુનું કેસર હોય છે. આ ગોલ્ડન મીઠાઈને પહેલા મશીનથી બનાવવામાં આવે છે અને ત્યારબાદ હાથથી આકાર આપવામાં આવે છે. એમાં પણ ત્રણ પ્રકારની વેરાયટી છે. તુલસી ગંગા, કેસર કુંજ, સ્પેશિયલ નરગીસ અને અનાર ડાયમંડ નામ વાળી ગોલ્ડન મીઠાઈ. તુલસી ગંગામાં તુલસીનો સ્વાદ આવે છે. કેસર કુંજ પ્યોર ડ્રાયફ્રુટથી તૈયાર છે. નરગીસમાં બદામ, પિસ્તા અને કેસર મિક્સ છે. ફ્રીજ વગર પણ આ મીઠાઈ પંદર દિવસ સુધી સારી રહે છે. જેથી લંડન, કેનેડા,અમેરિકા અને ઓસ્ટ્રેલિયા દેશોમાંથી આ મીઠાઈના ઓર્ડર આવે છે.

See also  सूरत : बिजली कटौती से परेशान लोग, गद्दे-तकिए लेकर बिजली कंपनी दफ्तर में पहुंचे | सूरत News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read