HomeNewsતીર્થધામોની અસુરક્ષાઃ જૈનોનો રેલી કાઢી વિરોધ

તીર્થધામોની અસુરક્ષાઃ જૈનોનો રેલી કાઢી વિરોધ


  • રવિવારે સવારે વનિતા વિશ્રામથી રેલી નીકળી, યુવા-મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયાં
  • મંગળવારે બીજી રેલીનું પણ એલાન
  •  ગિરિરાજની ગરિમા જાળવવા અગ્રણીઓની હાકલ

રવિવારે સવારે વનિતા વિશ્રામ પાસેથી કલેક્ટર કચેરી સુધી જૈન સમાજના લોકોની રેલી યોજાઈ હતી. પાલિતાણા સ્થિત શત્રુંજય ગિરિરાજ તીર્થ પર અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવેલ નુકસાનના પગલે રેલીનું આયોજન થયું હોવાનું જાણવા મળ્યું હતું. રેલીમાં જૈન સમાજનો યુવાવર્ગ સાથે મહિલાઓ સહિત લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

જૈન ધર્મમાં પવિત્ર ગણાતા શત્રુંજય ગિરિરાજ તીર્થ પાલિતાણા ખાતે અસામાજિક તત્ત્વો દ્વારા જૈન સમાજના આરાધ્ય દેવના પગલિયાનું નુકસાન કરાયું હતું. જેના પગલે સમસ્ત જૈન સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી. તંત્રને નારાજગી સાથે સમગ્ર મામલે કડક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી. રવિવારે શહેરના જૈન સમાજ દ્વારા વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરાયું હતું. ‘જૈન સમાજનો એક જ અવાજ, અમારા છે ગિરિરાજ’ જેવા બેનરો સાથે રેલી નીકળી હતી. કલેક્ટરે કચેરીએ મોટી સંખ્યામાં જૈનો એકત્રિત થયા હતા. મંગળવારે સરગમ શોપિંગ સેન્ટરથી રેલી જૈન સમાજના અગ્રણી હિતેશ જૈનના જણાવ્યા મુજબ, જૈન ધર્મમાં પવિત્ર ગણાતા સંમેત શિખરજી પર્વતરાજ અને પારસનાથ પર્વતને સરકાર દ્વારા વર્ષ 2019માં ઈકો ટૂરિઝમ અને ઈકો સેન્સિટીવ ક્ષેત્ર જાહેર કરતું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેને પગલે જૈન સમાજની લાગણી દુભાઈ છે, ઉપરાંત શત્રુંજય ગિરિરાજ તીર્થ પાલિતાણા પર અસામાજિક તત્ત્વો દ્વારા જૈન સમાજના આરાધ્ય દેવના પગલિયાનું નુકસાન કરવામાં આવતા સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. આ મુખ્ય બે મુદ્દે જૈન સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી. જે અંતર્ગત તા. 3જીના મંગળવારે શહેરના અલગ અલગ ચારેય જૈન સંગઠન દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 કલાકે પીપલોદ સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી રેલીની શરૂઆત થશે અને કલેક્ટર કચેરી સુધી જશે.

See also  ‘આપણી બેન દીકરીઓના શ્રદ્ધાની જેમ ટુકડા કરીને નાંખી દે છે...’ Katargamમાં મૌન રેલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read