HomeNewsતાપી જિલ્લામાં ભાજપના નેતાએ વીજચોરી કરી, રૂ.94 લાખની ફરિયાદ થઇ

તાપી જિલ્લામાં ભાજપના નેતાએ વીજચોરી કરી, રૂ.94 લાખની ફરિયાદ થઇ


  • સોનગઢના ચોરવાડ ગામે આવેલી છે સ્વામી સ્ટોન ક્વોરી
  • સ્ટોન ક્વોરીમાંથી વીજચોરી ઝડપાતા ડિજીવીસીએલ સક્રિય
  • ભાજપના નેતા દિપક અગ્રવાલ વિવાદમાં આવ્યા

તાપી જિલ્લામાં ભાજપના નેતાની સ્ટોન ક્વોરીમાં મસમોટી વીજચોરી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. સોનગઢના ચોરવાડ ગામે આવેલ સ્વામી સ્ટોન ક્વોરીમાંથી વીજચોરી ઝડપાતા ડિજીવીસીએલના નાયબ ઇજનેરે 94 લાખથી વધુ રકમની પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

ભાજપના નેતા દિપક અગ્રવાલ વિવાદમાં આવ્યા

તાપી જિલ્લાના ચોરવાડ ખાતે આવેલ સ્વામી સ્ટોન ક્વોરીમાં ડિજીવીસીએલ વ્યારા રૂરલના નાયબ કાર્યપાલક ઈજનેર નયન ચૌધરી અને શરદ ચૌધરીની ટીમે ગત 14મી ઓક્ટોબરના રોજ એકાએક ચેકિંગ હાથ ધર્યુ હતું. જિલ્લા ભાજપના કારોબારી સભ્ય એવા નેતા દિપક દિનેશભાઇ અગ્રવાલની આ ક્વોરીમાં આવેલા ટ્રાન્સફોર્મર પરથી એક 3 કોરના એલ્યુમિનિયમના કાળા વાયર 150 મીટર જેટલો લંબાવી મીટરને બાય પાસ કરી ક્વોરીની ખાણમાંથી પાણી બહાર કાઢવાની મોટર ચલાવાઇ રહી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જો કે રેડમાં ગયેલા અધિકારીઓએ સ્વામી સ્ટોન ક્વોરીના માલિક દિપક દિનેશ અગ્રવાલ વિરુદ્ધ ભરૂચ જીયુવીએનેલ પોલીસ સ્ટેશનમાં વીજચોરી 83,39,231 અને કમ્પાઉન્ડની રકમ મળી 10,72,000 મળી કુલ 93 લાખથી વધુની ફરિયાદ નોંધાવી છે.

See also  સુરતના ફેબ્રિકનો ફેશન એપરલમાં 50 ટકા અને સ્પોર્ટ્સમાં 10 ટકા ઉપયોગ થઇ રહ્યો છે

સ્ટોન ક્વોરીમાંથી વીજચોરી ઝડપાતા ડિજીવીસીએલ સક્રિય
એક તરફ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યાં છે. જેમાં પ્રજાને મોંઘી વિજળીમાંથી રાહત આપવા કેટલાક પક્ષો મફત વીજળી આપવાની જાહેરાતો કરી રહ્યાં છે. ત્યારે તાપી ભાજપના નેતા દિપક અગ્રવાલ દ્વારા પહેલાથી જ અને જાતે જ મફત વીજળી લઈ લેવાની વિગતો સામે આવતા પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read