HomeNewsતબીબી બેદરકારીના બધા કેસોમાં એક્સપર્ટ ઓપીનીયન જરૃરી નથી

તબીબી બેદરકારીના બધા કેસોમાં એક્સપર્ટ ઓપીનીયન જરૃરી નથી


સુરત ગ્રાહક કોર્ટે વળતર ચુકવવા કરેલા હુકમને રાજ્યની વડી ગ્રાહક અદાલતે માન્ય રાખી અપીલ નકારી કાઢી


સુરત

સુરત ગ્રાહક કોર્ટે વળતર ચુકવવા કરેલા હુકમને રાજ્યની વડી ગ્રાહક અદાલતે માન્ય રાખી અપીલ નકારી કાઢી

તબીબી
બેદરકારી બદલ તબીબ-હોસ્પિટલ તથા વીમા કંપનીને વાર્ષિક
9 ટકાના વ્યાજ સહિત રૃ5.50 લાખનું વળતર તથા હાલાકી અને અરજી ખર્ચ પેટે રૃ.3
હજાર ચુકવવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એસ.જે.શેઠ તથા
સભ્યો ગીતાબેન શ્રોફ અને પદ્મનાભ શાહના ચુકાદાને પડકારતી અપીલને સ્ટેટ કમિશને
નકારી કાઢી છે.સ્ટેટ કમિશને ફરિયાદીના વારસોને વ્યાજ સહિત વળતર ઉપરાંત વધારાના કુલ
રૃ.
30 હજાર ચુકવવા હુકમ કર્યો છે.

ભરુચ
જિલ્લાના હાંસોટ તાલુકાના મોગલ ફળીયામાં રહેતા નિશાર અહેમદ ઈસ્માઈલ મલિકને માર્ગ
અકસ્માત થતાં જમણા પગની ઘૂંટીમાં ઈજા થતાં રાંદેર રોડ સ્થિત ઓર્થોપેડીક સર્જન
ડૉ.નયન ભટ્ટ પાસે મે-
2001માં ઓપરેશન કરાવ્યું હતુ.પરંતુ ત્યારબાદ પણ દુઃખાવો વધતા ફરિયાદીના પગમાં
પ્લાસ્ટરના ટાંકા તોડીને બીજીવાર સર્જરી કરવાનું જણાવી જાન્યુઆરી-૨૦૦૧માં ફરીથી
ઓપરેશન કર્યું હતુ.

See also  राजकोट : कड़े पुलिस बंदोबस्त के बीच बड़ा बजरंग मंदिर से निकली 4 किमी लंबी शोभायात्रा | राजकोट

જો કે
ત્યારબાદ પણ ફરિયાદીના પગમાં દુઃખાવો  ઓછો
ન થતાં અન્ય ઓર્થોપેડીક સર્જન પાસે નિદાન કરાવતા ઈન્ફેકશનના કારણે પસના કારણે
દુઃખાવો થતો હોઈ પસ કાઢી નાખી સારવાર કરી હતી.જો કે ફરિયાદીને
40 ટકા ખોડ આવી ગઈ
હતી.જેથી ફરિયાદીએ પહેલીવાર સર્જરી કરનાર ડૉ.નયન ભટ્ટ તથા હોસ્પિટલ અને વીમા કંપની
વિરુધ્ધ શ્રેયશ દેસાઈ મારફતે તબીબી બેદરકારી બદલ વ્યાજ સહિત વળતર વસુલ અપાવવા માંગ
કરી હતી. જેની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે તબીબે ઓપરેશન પહેલા તથા પછી યોગ્ય
ટેસ્ટ નહીં કરાવીને દર્દીની કન્સેન્ટ વગર બીજી સર્જરી કરવા અંગે યોગ્ય ખુલાશો
કર્યો ન હોવાની રજુઆત કરી હતી.જેને સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે માન્ય
રાખી ફરિયાદીને વાર્ષિક
9 ટકાના વ્યાજ સહિત 5.50 લાખ ચુકવવા હુકમ કર્યો હતો.જે હુકમથી નારાજ થઈ હોસ્પિટલ તબીબી તથા વીમા
કંપનીએ તેની કાયદેસરતાને સ્ટેટ કમિશનમાં પડકારતી અપીલ કરી નીચલી કોર્ટનો વાદગ્રસ્ત
હુકમ રદ કરવા માંગ કરી હતી. જેની સુનાવણી દરમિયાન અપીલકર્તાએ એવો બચાવ લીધો હતો કે
તબીબી બેદરકારી બદલ ફરિયાદી તરફે કોઈ એક્સપર્ટનો ઓપીનીયન રજુ થયો નથી. જે અપીલને
નકારી કાઢી સ્ટેટ કમિશનના પ્રિસાઈડીંગ ઓફીસર ડૉ.જે.જી.મેકવાનની બેન્ચે નીચલી
કોર્ટનો હુકમ કાયદેસરનો ઠેરવી કાયમ રાખ્યો હતો.સ્ટેટ કમિશને સુપર સ્પેશ્યાલીટી
હોસ્પિટલના કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાનું તારણ આપી જણાવ્યું હતું કે જ્યારે
બેદરકારી સ્પષ્ટ દેખીતી હોય ત્યારે ફરિયાદીએ નિષ્ણાંતનો પુરાવો રજુ કરવાની જરૃર
નથી.પરંતુ તબીબ કે હોસ્પિટલે તેનું ખંડન કરતો પુરાવો રજુ કરવો જોઈએ.

See also  गुजरात : सीएम भूपेंद्र पटेल ने राज्य के समृद्ध वेटलैंड को उजागर करती प्रसिद्ध संगीतकार रूपकुमार राठोड़ द्वारा निर्मित फिल्म को किया लॉन्च

hh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read