HomeNewsડુમ્મસના દરિયા કિનારે ઝાડીમાં બાળાને પીંખાતી બચાવનાર મહિલા, હોમગાર્ડ અને કોન્સ્ટેબલને પુરસ્કાર

ડુમ્મસના દરિયા કિનારે ઝાડીમાં બાળાને પીંખાતી બચાવનાર મહિલા, હોમગાર્ડ અને કોન્સ્ટેબલને પુરસ્કાર


– પોલીસ મિત્ર એવી મહિલા જેવી સર્તકતા દરેક નાગરિકે દાખવવી જોઇએઃ પો. કમિ. રૂબરૂ મળી ત્રણેયની પીઠ ઠાબડી

સુરત
ડુમ્મસની ઝાડીમાં વેસુના શ્રમજીવી પરિવારની 11 વર્ષની બાળાને નરાધમના હાથે પીંખાતા બચાવનાર ભેળ વેચનાર મહિલા ઉપરાંત હોમગાર્ડ અને ડુમ્મસ પોલીસના કોન્સ્ટેબલની પોલીસ કમિશ્નર અજય તોમરે પીઠ ઠાબડવાની સાથે પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત જે રીતે મહિલાએ સર્તકતા દાખવી છે તેવી જ સર્તકતા દરેક નાગરિક રાખે તેવું આહવાન પણ કર્યુ હતું.
વેસુ વિસ્તારના શ્રમજીવી પરિવારની 11 વર્ષની બાળાને હોટલમાં જમવા અને ફરવા લઇ જવાના બહાને ડુમ્મસની ઝાડીમાં લઇ જઇ નરાધમ દીપક સત્યનારાયણ ચાવલા પોતાની હવસનો શિકાર બનાવવાનો હતો. પરંતુ બાળાએ ભુખ લાગી છે એમ કહેતા ભેળ ખાવા લઇ ગયો હતો. જયાં ભેળ વેચનાર રમીલાબેન સુરેશ પટેલને દીપકે પુછ્યું હતું કે અહીં પોલીસ આવે છે, ઝાડી તરફ ઇશારો કરી જંગલમાં ફરવા જવાય કે નહીં ઉપરાંત આજુબાજુ નજર કરી હતી. જેથી રમીલાબેનને શંકા જતા તુરંત જ નજીકમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડ કિરણ પટેલને જાણ કરી હતી. કિરણ અને રમીલાબેને દીપકને પકડી લઇ પો.કો. ઇશ્વર બબાભાઇને જાણ કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અને માસૂમને પીંખાતી બચાવી હતી.દીપકની શંકાસ્પદ ગતિવિધીને પગલે માસૂમને પીંખાતી બચાવનાર રમીલાબેન, હોમગાર્ડ કિરણ પટેલ અને પો.કો. ઇશ્વર બબાભાઇને આજે પો. કમિશ્નર અજય તોમર રૂબરૂ મળ્યા હતા અને તેમની કામગીરી બદલ તેમની પીઠ ઠાબડી હતી. ઉપરાંત રમીલાબેન અને હોમગાર્ડને રોકડ ઇનામ જયારે પો.કો. ઇશ્વરને પણ રોકડ ઇનામ અને જીએસટી આપવાની જાહેરાત કરી હતી. પો. કમિ. તોમરે આ અંગે જણાવ્યું હતું કે ડુમ્મસના દરિયા કિનારે ખાણીપીણીની લારી ચલાવનારને પોલીસ મિત્ર બનાવવામાં આવ્યા છે. આ પોલીસ મિત્ર પોલીસના આંખ-કાન છે અને તે સર્તક રહેવા જોઇએ. રમીલાબેને જે સર્તકતા દાખવી છે તેવી સર્તકતા અન્ય નાગરિકોએ પણ દાખવવી જોઇએ.

See also  सूरत : बीआरटीएस बस स्टेशन के केबिन में लगी भीषण आग 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read