HomeNewsડીંડોલીની બે સંતાનની વિધવા માતાની કનડગત : તારા પતિએ લીધેલા રૂ. 60...

ડીંડોલીની બે સંતાનની વિધવા માતાની કનડગત : તારા પતિએ લીધેલા રૂ. 60 હજાર નહીં આપવા હોય તો મારી સાથે સુવું પડશે



– બે વર્ષ અગાઉ પતિનું ટીબીથી મોત થયાના છ મહિના પછી ઉઘરાણી શરૂ કરીઃ વારંવાર કોલ અને ઘરે આવી જબરજસ્તી હાથ પકડી લીધો

સુરત
ડીંડોલી વિસ્તારમાં રહેતી બે સંતાનની વિધવા માતાને તારા પતિ પાસે મારે રૂ. 60 હજાર લેવાના છે, જો તારે પૈસા નહીં આપવા હોય તો મારી સાથે સુવું પડશે એમ કહી બિભત્સ માંગણી કરી કનડગત કર્યાની ફરીયાદ ડીંડોલી પોલીસમાં નોંધાય છે.
મૂળ મહારાષ્ટ્રના સાહદા જિલ્લાની રીમા (ઉ.વ. 31 નામ બદલ્યું છે) હાલમાં સંતાન અને સાસુ સાથે ડીંડોલી વિસ્તારમાં રહે છે. રીમાના પિતનું બે વર્ષ અગાઉ ટી.બી ના કારણે મોત થયાના છ મહિના બાદ પતિનો મિત્ર સાગર સાળી ઘરે આવ્યો હતો. મોબાઇલ રીપેરીંગનું કામ કરતા સાગરે રીમાને કહ્યું હતું કે તારા પતિ પાસે મારે રૂ. 60 હજાર લેવાના છે તે તારે મને આપવા પડશે. જેથી રીમાએ મારા પતિએ તમને પૈસા આપવાના છે એવું કહ્યું નથી તેમ છતા હું મારી સાસુને વાત કરીશ એવું કહ્યું હતું. પરંતુ ત્યાર બાદ સાગર વારંવાર મોબાઇલ પર કોલ કરી તું કયાં છે, હું તારી પાસે આવું છું એમ કહી પૈસા માંગવાના બહાને વારંવાર ઘરે આવવાનું ચાલુ કરી દીધું હતું.

See also  Surat: લોકો સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં કોર્ટે શું કર્યો હુકમ?, જુઓ આ વીડિયોમાં

તે દરમિયાન રીમાનો બળજબરીથી હાથ પકડી બિભત્સ વાત કરતો હતો. સાગરની કનડગતથી કંટાળી રીમા તેના બે સંતાન સાથે પિયરમાં ચાલી ગઇ હતી. જયાં પણ સાગર વારંવાર કોલ કરી તું કયાં છે, શું કરે છે એમ કહી કનડગત કરવાની સાથે તારે પૈસા નહીં આપવા હોય તો મારી સાથે સુવું પડશે એમ કહી બિભત્સ માંગણી કરી હતી. ઉપરાંત સાસુને પણ તારી વહુ કયાં છે, તું તેને સુરત બોલાવી લે મારે તેનું કામ છે કહી હેરાન કરતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read