HomeNewsડિંડોલી, બિલીયાનગરના યુવકે ટ્રેન સામે પડતુ મુક્યુ

ડિંડોલી, બિલીયાનગરના યુવકે ટ્રેન સામે પડતુ મુક્યુ


  • મૃતક ઘર આગળ મોબાઈલની દુકાન ચલાવતો હતો
  • શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મૃત્યુ
  • આત્મહત્યાનું કારણ અત્યાર સુધી જાણી શકાયુ નથી

રવિવારે નીલગીરી રેલવે ફાટક નજીક ડિંડોલી, બિલિયાનગરના યુવકે તાપી ગંગા ટ્રેન સામે પડતુ મૂકી જીવનનો અંત આણ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બિહારનો વતની રાકેશ સ્વરાજ સિંહ (ઉં.વ.39) પરિવાર સાથે ડિંડોલી ખાતેના બિલિયાનગરમાં રહેતો હતો અને ઘર નજીક મોબાઈલની દુકાન ચલાવતો હતો. દરમિયાન રવિવારે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં રાકેશે નીલગીરી રેલવે ફાટક પાસે જઈ સુરતથી જતી તાપી ગંગા ટ્રેન સામે ઝંપલાવી દીધું હતું. જેને લીધે તેને શરીરે ગંભીર ઇજાઓ થતા મોતને ભેટ્યો હતો. મૃતક રાકેશને સંતાનમાં બે પુત્ર છે. તેના અકાળે મોતથી પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે. રેલવે પોલીસે જણાવ્યું હતું કે, હાલ રાકેશના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. બનાવ અંગે તપાસ ચાલી રહી છે.

See also  Trapped In Sextortion, Class 12 Boy Took Own Life | Surat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read