HomeNewsડિંડોલી છઠ સરોવર પર 10 હજારથી વધુ માટીની ડેરી બનાવાઈ: 1 લાખથી...

ડિંડોલી છઠ સરોવર પર 10 હજારથી વધુ માટીની ડેરી બનાવાઈ: 1 લાખથી વધુ લોકોએ પૂજા કરી


સુરત,તા.31 ઓક્ટોબર 2022,સોમવાર

છઠ પૂજાને લઈને સુરતમાં ડીંડોલી વિસ્તારનું તળાવ પ્રખ્યાત છે અને લાખોની સંખ્યામાં લોકો ત્યાં છઠ પૂજા કરે છે. જ્યાં અગત્યની વાત એ છે કે અહીં તળાવમાંથી જ માટી કાઢીને તેની ડેરી બનાવવામાં આવે છે. અહીં ગોળાકારમાં માટીની અંદાજે ૧૦ હજાર જેટલી ડેરી બનાવાઈ છે.

સુરત શહેરમાં વસતા ઉત્તર ભારતીયો દિવાળીને લઈને મોટા પ્રમાણમાં વતન જાય છે. જો કે શહેરમાં વસવાટ કરતા અન્ય લોકો તાપી નદીના કિનારે છઠપૂજાની ધામધૂમથી ઉજવણી કરી છે. શહેરના વિવિધ તાપી કિનારે, તળાવ તથા નહેર પર છઠ્ઠપુજાની તૈયારીઓ શરૂ છે. ખાસ કરીને ઉત્તરભારતીય, ઝારખંડના લોકોએ ભગવાન સુર્યની પુજા અર્ચના કરીને છઠ્ઠપુજાની ઉજવણી કરે છે. ત્યારે ઉત્તરભારતીઓના ગઢ ગણાતા ડિંડોલીના તળાવમાં કે જ્યાં આયોજન દર વર્ષે થાય છે ત્યાં લાખોની સંખ્યામાં એકત્ર થાય છે. વર્ષ ૧૯૯૯ થી અહીં ડિંડોલી છઠ સરોવર પર છઠ મહાપર્વનું અયોજન થાય છે. અહીં માટીની ડેરી બનાવવામાં આવે છે જેને માટે માટી તળાવ થી જ લેવામાં આવે છે. જો કે કોઝવે  પાસે બનાવવામાં આવેલી ડેરી અને ડીંડોલી તળાવ પર બનાવવામાં આવતી ડેરી વચ્ચે ભેદ હોય છે.

See also  Golden Globes 2023 में RRR के "नाटू नाटू" ने सर्वश्रेष्ठ मूल गीत का पुरस्कार जीता

આ અંગે છઠ માનવ સેવા ટ્રસ્ટના રાજેન્દ્ર ઉપાધ્યાયે કહ્યું કે, આ વર્ષે ૨૧ મી છઠપૂજાનું આયોજન કરાયું છે. ગાર્ડન હોવાથી અહીં માટેની ડેરી જ બનાવવામાં આવે છે. જે ગોળાકાર હોય છે. અહીં ૧૦ હજાર થી વધુ માટીની ડેરી બને છે. આ વર્ષે પણ એક લાખથી વધુ લોકોએ પૂજા કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read