HomeNewsડિંડોલીમાં સોસાયટી બહાર બેનરો લાગ્યા : રાજકીય પાર્ટી અને નેતાઓનો પ્રવેશ નિષેધ

ડિંડોલીમાં સોસાયટી બહાર બેનરો લાગ્યા : રાજકીય પાર્ટી અને નેતાઓનો પ્રવેશ નિષેધ


સુરત,તા.20 ઓક્ટોબર 2022,ગુરૂવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સુરતમાં બેનર વિરોધ પ્રથા શરૂ થઈ છે. ડિંડોલી વિસ્તારમાં કોઈ પણ રાજકીય પાર્ટીઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા લખાણવાળા બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે. 

ગુજરાતની ચૂંટણી નજીક આવતા હવે બેનરો લાગતા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ડિંડોલી વિસ્તારની ખોડીયાર નગર સોસાયટીની બહાર દર વખતની જેમ બેનરો લાગ્યા છે. જેમાં કોઈ પણ પક્ષના નેતા કે રાજકારણના લોકોએ સોસાયટીમાં પ્રવેશ ન કરવાનું લખાણ લખાયું છે. જેને લઇને આ વિસ્તારમાં ત્રીપાંખિયો જંગ જોવા જેવો હશે.ઉલ્લેખનીય છે કે ચોર્યાસી વિધાનસભામાં આવનાર આ સોસાયટી અને તેની આસપાસના વિસ્તારો ભાજપનો ગઢ ગણાય છે. ત્યાં આ પ્રકારના બેનરો લાગતા સુરતના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. જો કે બેનરો કોણે અને કયા આશય થી લગાવ્યા છે તેની માહિતી હાલ સામે આવી નથી.

See also  ये हैं गुजरात सरकार के सबसे धनी मंत्री, नहीं लेंगे सरकारी वेतन या भत्थे!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read