HomeNewsડાન્સબારમાં પૈસા ઉડાવનાર દલાલે ભેસ્તાનના વિવર્સને પણ રૂ. 44 લાખનો ચૂનો માર્યો

ડાન્સબારમાં પૈસા ઉડાવનાર દલાલે ભેસ્તાનના વિવર્સને પણ રૂ. 44 લાખનો ચૂનો માર્યો



– બહુનામધારી ઠગ હરજીરામ ઉર્ફે ઉર્ફે હરી ઉર્ફે મહાવીર જૈન ઉર્ફે રવી શર્મા દયારામ ચૌધરી પકડયા બાદ વધુ એક ફરીયાદ નોંધાઇ

સુરત
રીંગરોડ વિસ્તારની માર્કેટમાંથી ગ્રે કાપડ ખરીદી સમયસર પેમેન્ટ નહીં ચુકવી ડાન્સબારમાં કરોડો રૂપિયા ઉડાવનાર બહુનામધારી ઠગ દલાલ વિરૂધ્ધ વધુ એક ઠગાઇની ફરીયાદ પાંડેસરા પોલીસમાં નોંધાય છે.
રીંગરોડ વિસ્તારની માર્કેટમાં જુદા-જુદા નામ ધારણ કરી કાપડ દલાલીનો ધંધો કરી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી મુંબઇના ડાન્સબારમાં રૂપિયા ઉડાવનાર ઠગ હરજીરામ ઉર્ફે હરી ઉર્ફે મહાવીર જૈન ઉર્ફે રવી શર્મા દયારામ ચૌધરી (ઉ.વ. 23 રહે. ખોડિયાર એપાર્ટમેન્ટ, અમરોલી અને મૂળ. ભોજાસર, બાયતુ, જિ. બાડમરે, રાજસ્થાન) વિરૂધ્ધ વધુ એક રૂ. 44.06 લાખની ઠગાઇની ફરીયાદ નોંધાય છે. એપ્રિલ 2022 માં હરજીરામ ઉર્ફે હરીએ ભેસ્તાનના ભગવતી ઇન્ડસ્ટ્રીઝમાં નીલ ફેબ્રીક્સ અને સંજય ફેબ્રીક્સ નામે કાપડનું કારખાનું ધરાવતા સંજય હીરાલાલ પટેલ (ઉ.વ. 40 રહે. વાસ્તુ ડિસ્કવરી, અલથાણ કેનાલ રોડ, સુરત) ને રીંગરોડની માર્કેટ ઉપરાંત અન્ય રાજયોમાં મોટા પાયે ગ્રે-કાપડનો ધંધો કરૂ છું અને પેમેન્ટ પણ સમયસર ચુકવી આપીશ એમ વિશ્વાસ કેળવ્યો હતો.

See also  16 વર્ષની તરૃણીને ભગાડી બળાત્કાર ગુજારનાર યુવાનને 20 વર્ષની સખ્તકેદ

ત્યાર બાદ હરજીરામે તેના સાથીદાર મુકેશ જૈન નવકાર એન્ટરપ્રાઇઝનો માલિક છે એમ કહી રૂ. 15.79 લાખનું કાપડ અને દિપક પ્રભુસીંગ સાવન ક્રિએશનનો માલિક છે એમ કહી રૂ. 11.95 લાખ, કિશન સોની આર્શીવાદ ઇમ્પેક્ષના માલિક છે એમ કહી રૂ. 16.31 લાખ મળી કુલ રૂ. 44.06 લાખનું કાપડ ખરીદયા બાદ પેમેન્ટ નહીં ચુકવી ધાક-ધમકી આપી ફોન બંધ કરી દીધો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read