HomeNewsડભોલી વિસ્તારમાં મળસકે એક પછી એક બે કાર સળગી ઉઠી

ડભોલી વિસ્તારમાં મળસકે એક પછી એક બે કાર સળગી ઉઠી


  • પાર્ક કરેલી બે કારમાં ભડકેલી આગને પગલે શંકા-કુશંકા
  • કતારગામ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ
  • આગ પર કાબૂ કરતી ટીમને વધુ એક સળગતી કારની જાણકારી મળી

ડભોલી વિસ્તારમાં સોમવારે મળસકે એક પછી એક બે કાર રહસ્યમય રીતે સળગી ઉઠી હતી. પાર્ક કરેલી બે કારમાં ભડકેલી આગને પલગે શંકા કુશંકા સેવાઈ રહી છે.  મળતી માહિતી મુજબ સોમવારે મળસકે 3.53 વાગે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં ડભોલી સીંગણપોર રોડ તરફ પાણીની ટાંકી પાસે સ્કોડા કારમાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો.

ત્યારબાદ કતારગામ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્કોડામાં ભડકેલી આગ બુઝાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. દરમિયાન એક વ્યક્તિએ ફાયર ફાઈટિંગ કરતા લાશ્કરો પાસે આવી નજીકમાં ડભોલી બ્રિજ ઉતરતા પાર્ક કરાયેલી એક કાર સળગી રહી હોવાની જાણ કરી હતી. વધુ એક કારમાં આગની માહિતી મળતા, ફાયરની એક ટીમ ત્યાં દોડી ગઈ હતી અને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

See also  A Dead Body Of A Youth Was Found In A Looms Factory In Pandesara, Surat

ફાયર ઓફિસર દિનુ પટેલે જણાવ્યું હતું કે, બંને કારમાં લાગેલી આગ ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની દસેક મિનિટમાં કાબુમાં લઈ લીધી હતી. કારમાં આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. પરંતુ બંને કારના એન્જિનના ભાગે આગ લાગેલી હતી. સ્કોડામાંથી મળેલા બે મોબાઈલ ફોન ઘટનાસ્થળે હાજર સીંગણપોર પોલીસને સોંપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read