HomeNewsટ્રાફિક માટે આફતરૂપ બનેલી રીંગરોડની દરગાહ અને મંદિરનું સુરત પાલિકાએ કર્યું ડિમોલીશન

ટ્રાફિક માટે આફતરૂપ બનેલી રીંગરોડની દરગાહ અને મંદિરનું સુરત પાલિકાએ કર્યું ડિમોલીશન



– રસ્તાની વચ્ચોવચ બનાવેલી દરગાહના કારણે અનેક અકસ્માત થયા હતા

– મોડી રાત્રે દોઢ વાગ્યે પાલિકાએ ઓપરેશન ડિમોલીશન શરૂ કર્યું બે કલાકમાં  રોડ પણ બનાવી દીધો : વિરોધ કરનારા 14 લોકોની અટકાયત 

સુરત,તા.22 ઓક્ટોબર 2022,શનિવાર

સુરતના રીંગરોડ પર ટ્રાફિક માટે ન્યુસન્સરૂપ બની ગયેલી એક દરગાહ અને એક મંદિરનું પાલિકા તંત્રએ મોડી રાત્રે ડિમોલીશન કરી દીધું હતું.  પાલિકાના સેન્ટ્રલ ઝોને સુરત પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન કરી દીધું હતું. માત્ર બે કલાકના સમયમાં ડિમોલીશન કરવા સાથે પાલિકાએ રોડ પણ બનાવી દીધો હતો. ડિમોલીશન પહેલા ધાર્મિક સ્થળોની આસપાસ બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું હતું. ડિમોલીશનનો વિરોધ કરનારા 14થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

See also  सूरत :  वराछा में दोस्त के सामने ही हमलावरों ने चाकू से युवक की हत्या की

સુરત શહેરના ટ્રાફિકથી ધમધણતાં રીંગરોડ વિસ્તારમાં ઘણાં સમય પહેલા બનાવાયેલી એક દરગાહ વાહન ચાલકો માટે આફતરૂપ બની હતી. રસ્તાની વચ્ચોવચ આ દરગાહ બની હોવાથી અનેક અકસ્માત થયા હતા તેની સાથે થોડે દુર મહાકાળી માતાનું મંદિર પણ બનાવી દેવામાં આવ્યું હતું. આ બન્ને ધાર્મિક સ્થળને કારણે ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરતી હતી. જોકે, આ ધાર્મિક સ્થળ હોવાથી તેનું ડિમોલીશન સંવેદનશીલ હતું પરંતુ વધુ સમસ્યા થતાં ગઈકાલે મોડી રાત્રે પાલિકાએ અચાનક ડિમોલીશન કરી દેવામાં આવ્યું હતું.

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારી- કર્મચારીઓ અને મહિધરપુરા પોલીસ મથકના પોલીસ જવાનો મળીને એક હજારથી વધુ કર્મચારીઓએ સ્થળ પર પહોંચીને ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. 

ગઈકાલે રાત્રીના દોઢ વાગ્યે આ બન્ને ધાર્મિક સ્થળની 500 મીટર આસપાસના વિસ્તારમાં બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું હતું. રોડ બંધ કરીને ડિમોલિશનની કામગીરી ચાલતી હતી ત્યારે કેટલાક લોકો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. પોલીસે વિરોધ કરનારા 14થી વધુ લોકોની અટકાયત કરી છે. 

See also  Surat: સુરતમાં ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, મિત્રો સાથે ડાન્સ કરતા યુવકનું મોત

આ મુદ્દો ઘણો જ સંવેદનશીલ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read