HomeNewsટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડીની નવી તરકીબ: રીક્ષા ચાલકની મદદથી સસ્તામાં માલ અપાવવાની લાલચ...

ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડીની નવી તરકીબ: રીક્ષા ચાલકની મદદથી સસ્તામાં માલ અપાવવાની લાલચ આપી ઠગાઇ કરતી ટોળકી


– રેલવે સ્ટેશન ઉતરતા બહારગામના વેપારીઓને રીક્ષા ચાલક સસ્તામાં માલની લાલચ આપી ઠગ ટોળકી પાસે લઇ જતાઃ ટોળકી એડવાન્સ પેમેન્ટ લઇ ઓર્ડર મુજબ માલ નહીં મોકલાવે અથવા તો હલકી ગુણવત્તાનો મોકલાવતા

સુરત
દેશના અન્ય રાજયમાંથી ખરીદી માટે આવતા ટેક્સટાઇલના વેપારીઓને રેલવે સ્ટેશનથી જ રીક્ષા ચાલકોની સાંઠગાંઠમાં સસ્તામાં માલ અપાવવાની લાલચ આપી ઉધના-મગદલ્લા રોડના સાંઇ દયા સિલ્ક મિલ્સમાં લઇ જઇ એડવાન્સ પેમેન્ટ મેળવી લીધા બાદ ઓર્ડર મુજબ નહીં મોકલાવી અથવા તો હલકી ગુણવત્તાનો માલ મોકલાવી છેતરપિંડી કરતી ટોળકી વિરૂધ્ધ ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
કેરાલાના વંદુર ખાતે આવેલા વોઇલેટ ગારમેન્ટમાં સુરત શહેરના વેપારીઓ પાસેથી માલ ખરીદી મોકલવાનું કામ કરતા મુકેશ વનાભાઇ ચૌધરી (ઉ.વ. 24 રહે. ગાંધીનગર, ખટોદરા કોલની, ઉધના દરવાજા) એ ગત એપ્રિલ મહિનામાં દલાલના રેફરન્સથી રીક્ષામાં બેસી ઉધના-મગદલ્લા રોડના નવરંગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં જઇ સાંઇ દયા સિલ્ક મિલ્સમાંથી 6 હજાર નંગ કુર્તી કિંમત રૂ. 2.14 લાખની ખરીદી કરી હતી. એડવાન્સ પેમેન્ટની વાત કરતા મુકેશે વોઇલેટ ગારમેન્ટના માલિક સુનીલ વલાકોન્ડે સાથે વાત કરી પેમેન્ટ પણ ચુકવી દીધું હતું.

See also  In Surat, a teacher sent a nasty message to a student, Limbayat police conducted an investigation,શિક્ષકે વિધાર્થીનીને કર્યા બિભત્સ મેસેજ,લિંબાયત પોલીસે હાથધરી તપાસ

પરંતુ માલની ડિલીવરી નહીં આપતા મુકેશ પુનઃ સાંઇ દિયા સિલ્ક મિલ્સની દુકાને ગયો હતો. જયાં શક્તિ પાટીલ ઉર્ફે લીલાધર લક્ષ્મણ ગાયકવાડ, હસન મકબુલ હુસૈન સૈયદ, રાજુ ઉર્ફે અબુબકર સાદ્દીક શેખ, લોકેશ ઉર્ફે રાહુલ અશોક લાલવાણી હતા પરંતુ તેમણે યોગ્ય જવાબ આપ્યો ન હતો. મુકેશ માર્કેટમાં તપાસ કરતા તેઓ ઠગ ટોળકી હોવાનું અને રેલવે સ્ટેશન પર રીક્ષા ચાલકોની સાંઠગાંઠમાં સસ્તામાં કાપડ, કુર્તી, સાડી વિગેરે અપાવવાની લાલચ આપી એડવાન્સ પેમેન્ટ મેળવી લીધા બાદ ઓર્ડર મુજબ માલ નહીં મોકલાવી અથવા તો હલકી ગુણવત્તાનો માલ મોકલાવી છેતરપિંડી કરતા હોવાનું જાણવા મળ્યુ હતું. આ રીતે ઠગ ટોળકીએ હૈદરાબાદ, જયપુર, ઇન્દોર, પુણે, તામિલનાડુ, આંધ્રપ્રદેશના મળી 10 વેપારીઓ પાસેથી કુલ રૂ. 11.13 લાખ પડાવી લીધા હતા.

See also  Unique survey for better future of Surat streetkids | Surat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read